બલ્ક મેસેજ મોકલવાનો દાવો કરતી કંપનીઓને વોટ્સએપએ ફટકારી નોટીસ


નવી દિલ્હી, 17 મે 2019, શુક્રવાર

ભારતની એવી કંપનીઓ જે દાવો કરે છે કે તેઓ વોટ્સએપ પર બલ્ક મેસેજ કરે છે તેમને કંપનીએ નોટીસ ફટકારી છે. આવી કંપનીઓને સીઝ એન્ડ ડેજિસ્ટ નોટિસ ફટકારી છે. એક રીપોર્ટ અનુસાર રાજનીતિક કાર્યકર્તાઓ અને ડિજિટલ માર્કેટિંગ કંપનીઓ નિયમોનું ઉલ્લંઘન કરી સસ્તા સોફ્ટવેરથી બલ્ક મેસેજ ફોરવર્ડ કરે છે. તેમાંથી કેટલાક સોફ્ટવેરની કીમત 1000 રૂપિયા છે. કંપની અનુસાર ચુંટણીને ધ્યાનમાં રાખી કંપનીએ આવા અકાઉન્ટને ઓળખી અને બંધ કરી દેવાની કાર્યવાહી હાથ ધરી છે. 

કંપનીએ અત્યાર સુધીમાં 20 લાખ અકાઉન્ટ બંધ કરી દીધા છે. તેનાથી એપ પર 25 ટકા ઓછા મેસેજ મોકલવામાં આવી રહ્યા છે. કંપનીના જણાવ્યાનુસાર જીબી વોટ્સએપ અને જીટી વોટ્સએપના માધ્યમથી બલ્ક મેસેજ મોકલવામાં આવી રહ્યા હતા. ગત વર્ષે વોટ્સએપના માધ્યમથી ફેલાયેલી અફવાના કારણે ભારતમાં અનેક સ્થાને હિંસા ભડકી હતી. આ આરોપો પછી વોટ્સએપએ એક મેસેજને પાંચવાર જ ફોરવર્ડ કરી શકાશે તેવો નિયમ લાગૂ કર્યો હતો. 





from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WNAJLB
via Latest Gujarati News

Post a Comment

0 Comments