આઈસીસી વર્લ્ડકપની પેનલમાં 34 કોમેન્ટેટર્સ, ભારતના ત્રણ

નવી દિલ્હી,તા.17 મે 2019, શુક્રવાર 

બ્રિટન અને વેલ્સમાં 30 મેથી શરુ થનારા ક્રિકેટ વર્લ્ડ કપ માટે આઈસીસી દ્વારા 34 કોમેન્ટેટર્સની યાદી જાહેર કરાઈ છે.

આ પેનલમાં ભારતના ત્રણ ક્રિકેટર સૌરવ ગાંગુલી, સંજય માંજરેકર અને હર્ષા ભોગલેનુ નામ છે. ભારત સિવાય જે બીજા દેશોના જાણીતા ક્રિકેટરો આ પેનલમાં સમાવાયા છે તેમાં ઓસ્ટ્રેલિયાના માઈકલ ક્લાર્ક અને માઈકલ સ્લેટરનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત નાસીર હુસેન, ઈયાન બિશપ, કુમાર સંગાકારા, માઈકલ એથરટન, બ્રેન્ડન મેક્કુલમ, વસીમ અકરમ અને ગ્રીમ સ્મિથ જેવા જાણીતા નામ પણ આ પેનલમાં છે.

વિશ્વકપનો પ્રારંભ 30 મેના રોજ લંડનના ઓવલ મેદાન પર યજમાન ઈંગ્લેન્ડ અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાનારી મેચથી થશે. ભારત 5 જુને પોતાની પહેલી મેચ દક્ષિણ આફ્રિકા સામે રમશે.




from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JqZvy2
via Latest Gujarati News

Post a Comment

0 Comments