કોહલી બાદ ટીમ ઈન્ડિયાનો આ સ્ટાર ક્રિકેટર પણ થઈ ગયો વેજિટેરિયન

નવી દિલ્હી,તા.17 મે 2019, શુક્રવાર

ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીની જેમ ભારતના અન્ય એક સ્ટાર ક્રિકેટર અને ઓપનિંગ બેટ્સમેન શિખર ધવન પણ વેજિટેરિયન થઈ ગયો છે.

એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં ધવન કહ્યુ હતુ કે, ત્રણ મહિનાથી મેં નોન વેજ ખાવાનુ બંધ કરી દીધુ છે. આ માટે મારી ફિટનેસ કે ડાયટ કારણ નથી પણ હું મારા શરીરમાંથી નેગેટિવ એનર્જી ઓછી કરવા માંગુ છે. મને લાગતુ હતુ કે, નોન વેજ ખાવાથી શરીરમાં નેગેટિવ એનર્જી આવી રહી છે આથી હું ત્રણ મહિના પહેલા વેજિટેરિયન થઈ ગયો છું.

ધવને કહ્યુ હતુ કે, છેલ્લા કેટલાક સમયથી મારુ ફોર્મ ખરાબ હતુ અને તેમાંથી બહાર આવવામાં મારી પત્ની આયેશાનો મોટો હાથ રહ્યો છે. હું તેની સાથે ક્રિકેટ અંગે બહુ ગંભીરતાથી ચર્ચા કરતો હોઉં છું. ક્યારેક તે મારી ખરાબ રમત પર ગુસ્સો કરે છે ત્યારે મારે કહેવુ પડે છે કે, શાંત થઈ જા આટલો ગુસ્સો તો મારો કોચ પણ નથી કરતો.



from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LQNDrn
via Latest Gujarati News

Post a Comment

0 Comments