જાકિર નાઇકને વધુ એક ઝટકો, 50 કરોડથી વધારેની સંપત્તિ EDએ જપ્ત કરી


નવી દિલ્હી, તા. 02 મે 2019, ગુરુવાર

વિવાદિત ઇસ્લામિક પ્રચારક જાકિર નાઇકને વધુ એક ઝટકો લાગ્યો છે. EDએ મની લોન્ડ્રીંગ એક્ટ હેઠળ જાકિર નાઇકની 50.46 કરોડની સંપત્તિ જપ્ત કરી લીધી છે. EDએ જાકિર નાઇક સિવાય અન્ય લોકો વિરુદ્ધ પણ ચાર્જશીટ દાખલ કરી છે. ગુનાહિત આવક તરીકે જાકિર નાઇકની કુલ 193.06 કરોડની સંપત્તિની ઓળખ કરી છે.

આ અગાઉ EDએ 22 ડિસેમ્બર 2016ના રોજ નાઇક અને અન્ય લોકો વિરુદ્ધ મની લોન્ડ્રીંગનો મામલો નોંધવામાં આવ્યો હતો. EDએ જાકિર નાઇકની કુલ સંપત્તિની કિંમત 50.46 કરોડ લગાવી છે. જાકીર નાઇક હાલ મલેશિયામાં રહે છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JaDEdp
via Latest Gujarati News

Post a Comment

0 Comments