સેના ભાજપ અને મોદીજી સાથે ઊભી છે: રાજ્યવર્ધન રાઠૌડ


નવી દિલ્હી, તા. 02 મે 2019, ગુરુવાર

સર્જિકસ સ્ટ્રાઇકને લઇને કોંગ્રેસના નિવેદન પર કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠૌડે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે, ફૌજમાં તો અમે હતા જ ને, અમને ખ્યાલ છે શું થયુ, શું નથી થયેલું, આખી સેના આજે ભારતીય જનતા પાર્ટી અને મોદીજીની સાથે ઊભી છે. આમ જ નથી ઊભી, અમે જાણીએ છીએ ત્યાં શું થાય છે.

ઉલ્લેખનિય છે કે, કોંગ્રેસના નેતા રાજીવ શુક્લાએ પ્રેસ કોન્ફરન્સ કરીને UPAના શાસનમાં 6 વાર સર્જિકલ સ્ટ્રાઇક કર્યાનો  દાવો કર્યો. કોંગ્રેસના દાવા બાદ ભાજપ તરફથી પ્રતિક્રિયા આવવાની શરૂ થઈ ગઇ છે. આ પહેલા ભાજપના પ્રવક્તા જીવીએલ નરસિમ્હા રાવે કોંગ્રેસના દાવા પર પ્રતિક્રિયા આપી હતી. જે બાદ કેન્દ્રીય મંત્રી રાજ્યવર્ધનસિંહ રાઠૌડે આ મુદ્દે પોતાની પ્રતિક્રિયા આપી છે. 


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VDmZG1
via Latest Gujarati News

Post a Comment

0 Comments