નવી દિલ્હી, તા. 7 મે 2019, મંગળવાર
વારાણસથી લોકસભા ચૂંટણીમાં પીએમ મોદી સામે ચૂંટણી લડવા ઉમેદવારી નોંધાવનાર બીએસએફના પૂર્વ જવાન તેજ બહાદુરનો એક વિડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે એક સવાલના જવાબમાં મોદીને 50 કરોડ રુપિયાના બદલામાં મારી નાંખવાની ધમકી આપતા સંભળાય છે.
વિડિયોમાં એક વ્યક્તિ તેમને આ સવાલ પૂછતો દેખાય છે. તેજબહાદુર જેના જવાબમાં કહે છે કે, તમે 50 કરોડ રુપિયા આપો, મોદીને હું મરાવી નાંખીશ... તેના જવાબમાં એક અવાજ સંભળાય છે કે હિન્દુસ્તાનમાં તો કોઈનહી આપે પણ પાકિસ્તાનમાં કોઈ આપી દેશે..
વળતા જવાબમાં તેજ બહાદૂર કહે છે કે, હું દેશ સાથે ગદ્દારી નથી કરી શકતો.
તેજબહાદુરનું કહેવુ છે કે, આ વિડિયો 2017નો છે. તે વખતે મારી ચૂંટણી લડવાની ઈચ્છા નહોતી. તે વખતે હું નશામાં હતો અને હવે આ વિડિયો મને બ્લેકમેલ કરવા માટે વાયરલ કરાયો છે.
ઉલ્લેખનીય છે કે, તેજબહાદુરને સપા અને બસપાના ઉમેદવાર તરીકે ઉતારાય હતા પણ તેમનુ ઉમેદવારીપત્ર રદ કરવામાં આવ્યુ છે.
તેજબહાદુરે બીએસએફમાં નોકરીકરતી વખતે ભોજનની હલકી ગુણવત્તા સામે સવાલ ઉઠાવ્યા હતા. એ પછી શિસ્તભંગના મામલામાં તેમને નોકરીમાંથી કાઢી મુકાયા હતા.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JlATGh
via Latest Gujarati News
0 Comments