તમે મને 7 સીટ આપો હું તમને સીલિંગથી છુટકારો અપાવીશ: અરવિંદ કેજરીવાલ


નવી દિલ્હી, તા. 07 મે 2019, મંગળવાર

લોકસભ ચૂંટણીના છઠ્ઠા તબક્કામાં દિલ્હીની 7 સીટ પર 12 મે એ મતદાન થવાનું છે. આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પૂર્ણ રાજ્યની માંગ સાથે ચૂંટણી પ્રચારમાં પુરી તાકત લગાવી રહ્યાં છે ત્યારે તેમણે વેપારીઓનું મહત્વ જોતા આમ આદમી પાર્ટી માટે મત માંગ્યા. તેમણે વેપારીઓને આમ આદમી પાર્ટીને મત આપવાની અપીલ કરતા વિશ્વાસ અપાવ્યો કે, દિલ્હીની 7 સીટો જીતવા પર તેઓ પોતે સીલિંગથી રાહત અપાવવાનું કામ કરશે.

તેમણે વધુમાં ભાજપ પર પ્રહાર કરતા કહ્યું કે, ભાજપ પહેલાં વેપારીઓની પાર્ટી હતી, હવે તેણે વેપારીઓની કમર તોડી નાખી છે. તેમજ  તેમણે આરોપ લગાવ્યો કે, ભાજપ વેપારીઓ પાસે પૈસા વસૂલવાના ઇરાદે તેમને નોટિસ મોકલે છે. તેમણે સીલિંગ મુદ્દે વેપારીઓને કહ્યું કે, હું તમામ વેપારીઓને કહ્યું કે, હું દરેક વેપારીઓને વિશ્વાસ આપવા માંગુ છું કે, જો તમે અમને બધી જ લોકસભા સીટ જીતાવી આપી, તો હું સુનિશ્ચિત કરીશ કે સીલિંગ થાય નહી, તમે અમારા હાથ મજબૂત કરો, અમે તમને ન્યાય આપીશું.

આ ઉપરાંત વડાપ્રધાન મોદીના રાષ્ટ્રવાદ પર તેમણે કહ્યું કે, બર્બાદ થયા બાદ પણ કેટલાક વેપારીઓ રાષ્ટ્રવાદના નામ પર મત આપવા માંગે છે પરંતુ વડાપ્રધાન મોદીનું રાષ્ટ્રવાદ ફર્જી છે. આ માયાજાળથી અલગ વેપારીઓને સત્ય દેખાશે. વેપારીઓ વિચારે કે શા માટે પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાન મોદીને વડાપ્રધાન જોવા માંગે છે, વડાપ્રધાન મોદી તેના પર જવાબ કેમ નથી આપતા.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2J5qxL8
via Latest Gujarati News

Post a Comment

0 Comments