લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કાની 59 બેઠકો પર પ્રચાર પડઘમ શાંત : રવિવારે મતદાન


2014માં આ 59 બેઠકોમાંથી ભાજપે 45 બેઠકો જીતી હતી

(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 10 મે, 2019, શુક્રવાર

લોકસભા ચૂંટણીના છઠ્ઠા તબક્કા હેઠળ રવિવારે ૫૯ બેઠકો પર મતદાન થવાનું છે. આ બેઠકો પર આજે પ્રચાર સમાપ્ત થઇ ગયો હતો.  રવિવારે સાત રાજ્યોની ૫૯ બેઠકો પર મતદાન થવાનું છે. જેમાં ઉત્તર પ્રદેશની ૧૪, હરિયાણાની ૧૦, દિલ્હીની સાત, ઝારખંડની ચાર તથા બિહાર, મધ્ય પ્રદેશ અને પશ્ચિમ બંગાળની સાત-સાત બેઠકોનો સમાવેશ થાય છે. 

૨૦૧૪માં આ ૫૯ બેઠકોના પરિણામ પર નજર કરીએ તો ભાજપે આ ૫૯ બેઠકો પૈકી ૪૫ બેઠકો પર વિજય મેળવ્યો હતો. જ્યારે તૃણમુલ કોંગ્રેેસ આઠ, કોંગ્રેસે બે તથા સપા તથા એલજીપીએ એક-એક બેઠક પર વિજય મેળવ્યો હતો.

રવિવારે દિલ્હીની તમામ સાત લોેકસભા બેઠક પર મતદાન થવાનું છે. દિલ્હીમાં રવિવારે શિલા દિક્ષીત, વિજેન્દર સિંહ, હર્ષ વર્ધન, ગૌતમ ગંભીરનું ભવિષ્ય ઇવીએમમમાં સીલ થઇ જશે.  ઉત્તર પ્રદેશમાં અખિલેશ યાદવ અને મેનકા ગાંધીનું ભવિષ્ય નક્કી થશે. રવિવારે થનારી જે ૧૪ બેઠકો પર ચૂંટણી થવાની છે તે પૈકી ૧૩ બેઠકો ભાજપે ૨૦૧૪માં જીતી લીધી હતી. 

હરિયાણામાં કૃષ્ણપાલ ગુર્જર, રાવ ઇન્દરજિત સિંહ અને ભૂપિન્દરસિંહ હૂડાનું ભવિષ્ય ઇવીએમમાં સીલ થઇ જશે. મધ્ય પ્રદેશમાં ભોપાલ બેઠક પર કોંગ્રેસના વરિષ્ઠ નેતા દિગ્વિજય સિંહ અને ભાજપના ઉમેદવાર પ્રજ્ઞાાસિંહ ઠાકુરનું ભવિષ્ય નક્કી થશે.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WBR1XM
via Latest Gujarati News

Post a Comment

0 Comments