
કોંગ્રેસમા જે સારા કામો કરે તેનું અપમાન કરી આગળ આવતો અટકાવવામાં આવે છે તેવો દાવો
નવી દિલ્હી, તા. 10 મે, 2019, શુક્રવાર
૧૯૮૪ના શીખ વિરોધી રમખાણો અંગે કોંગ્રેસના નેતા સામ પિત્રોડાએ કરેલા નિવેદનને લઇને ભારે હોબાળો મચી ગયો છે. જેને પગલે હવે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પણ આ મુદ્દે કોંગ્રેસને ઘેરી હતી.
લોકસભાની ચૂંટણીના અંતિમ બે તબક્કાઓ માટે પ્રચાર કરી રહેલા મોદીએ જણાવ્યું હતું કે કોંગ્રેસના નેતાઓના નિવેદન પરથી પુરવાર થાય છે કે કોંગ્રેસ અને તેના નેતાઓ કેવા પ્રકારની માનસિક્તા અને ચરીત્ર ધરાવે છે.
હરિયાણામાં હુડ્ડા પરિવારનો ગઢ ગણાતા રોહતકમાં મોદીએ રેલીને સંબોધી હતી જે દરમિયાન તેમણે કહ્યું હતું કે કોંગ્રેસ કેટલી સંવેદનહીન થઇ ગઇ છે કે તે તેમના નેતાએ બોલેલા ત્રણ શબ્દો પરથી ખ્યાલ આવી જાય છે. આ ત્રણ શબ્દો છે હુવા તો હુવા. મોદીએ સામ પિત્રોડાના નિવેદનને ટાંકીને આ આરોપો લગાવ્યા હતા.
મોદીએ વધુમાં જણાવ્યું હતું કે કોંગ્રેસના લોકો માટે માનવીના જીવનનું કોઇ મૂલ્ય જ નથી. તેમના માટે એક માનવી કોઇ જ મહત્વ નથી ધરાવતી. હરિયાણામાં રવિવારે લોકસભાની ૧૦ બેઠકો પર મતદાન યોજાવાનું છે. જેમાં રોહતક બેઠક કોંગ્રેસનો ગઢ માનવામાં આવે છે.
અહીં હાલ સાંસદ પદે કોંગ્રેસના નેતા દીપેંદરસિંહ હુડ્ડા છે, કોંગ્રેસે ફરી તેમને રિપીટ કર્યા છે જ્યારે સામેપક્ષે ભાજપે પૂર્વ સાંસદ અરવિંદ શર્માને ટિકિટ આપી છે. મોદીએ અહીં શીખ વિરોધી રમખાણોના વર્તમાન વિવાદને ટાંકીને કોંગ્રેસને ઘેરી હતી, તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના ટોચના નેતાઓ શીખ વિરોધી રમખાણોમાં કાવતરુ કરવાના આરોપોનો સામનો કરી રહ્યા છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2DYd7ws
via Latest Gujarati News
0 Comments