
(પીટીઆઇ) ઇસ્લામાબાદ, તા. 10 મે, 2019, શુક્રવાર
પાકિસ્તાનના અર્થતંત્રે ૨૦૧૮-૧૯માં તેના નિર્ધારિત લક્ષ્યાંક કરતા માત્ર પચાસ ટકા જ વૃધ્ધિ હાંસલ કરી હતી. તેનું મુખ્ય કારણ એ છે કે ઇમરાન ખાનના વડા પ્રધાનપદના એક વર્ષના કાર્યકાળમાં લગભગ તમામ વિભાગે યોગ્ય કામગીરી કરવામાં નિષ્ફળ રહ્યા હતા, એમ માધ્યમોના અહેવાલમાં જણાવવામાં આવ્યું હતું.
ઇમરાન ખાનના નેતૃત્વ હેઠળની પાક.ની રોકડ રકમની ખેંચ અનુભવતી સરકારે દેશના ગબડતા જતા અર્થ તંત્રને રોકવા આંતરરાષ્ટ્રીય નાાણા ભંડોળ પાસેથી બેલ આઉટ પેકેજ માગ્યો હતો.
ગ્રોસ ડોમેસ્ટીક પ્રોડ્કટની સમીક્ષા કરવા આયોજન, વિકાસ અને રિફોર્મના સચિવ ઝફર હસનના નેતૃત્વ હેઠળની નેશનલ એકાઉન્ટ્સ કમિટિએ તેના ૧૦૧માં અહેવાલમાં ૨૦૧૮-૧૯ના વિકાસના આંકડા આપ્યા હતા. સરકારે કૃષિમાં ૩.૮, ઉદ્યોગોમાં ૭.૬ અને સેવાઓમાં ૬.૫ ટકાના વૃધ્ધિની આશા રાખી હતી જેના કારણે જીડીપીના ૬.૨ ટકાનો લક્ષ્ય રાખ્યો હતો.
દરમિયાન વડા પ્રધાન ઇમરાન ખાને પાકિસ્તાનના લોકોને આગામી દિવસોમાં મોંઘવારીનો માર સહન કરવા તૈયાર રહેવા હાકલ કરી હતી. તેમણે કહ્યું હતું કે જ્યાં સુધી સરકાર દેવાથી દબાયેલા અર્થતંત્રને ફિકસ્ડ ના કરે ત્યાં સુધી લોકોએ મજબૂતાઇ થી રહેવું પડશે.
પાક. સરકારને આઇએમએફ તરફથી બેલ આઉટ પેકેજ મળી શકે છે એવા અહેવાલો વચ્ચે તેમણે આ વાત કરી હતી. ૬.૫ અબજ ડોલરનો અમેરિકા તરફથી મળનાર પેકેજ દરેક પાકિસ્તાની માટે મોટો દબાણ સાબીત થશે. તેમણે કહ્યું હતું કે 'હું જાણું છું કે ફુગાવો વધતો જાય છે તેથી જ લોકોને મારી અપીલ છે કે મજબૂત રહેજો. અમે ગમે તેમ કરીને તેનો સામનો કરીશ.
from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Yj0bsJ
via Latest Gujarati News
0 Comments