વિમાનમાં યુવતીની છેડતી કરનાર ભારતીયને બ્રિટનમાં 12 મહિનાની જેલ


(પીટીઆઇ) લંડન, તા. 10 મે, 2019, શુક્રવાર

પ્રવાસી વિઝા પર ચાલુ વર્ષની શરૃઆતમાં મુંબઇથી માંચેસ્ટર જઇ રહેલા વિમાનમાં લાંબી ફલાઇટ દરમિયાન એક યુવતીની વાંરવાર છેડતી કરનાર ભારતીય પુરૃષને ૧૨ મહિનાની સજા ફટકારવામાં આવી હતી.

૩૬ વર્ષના હરદીપ સિંહની સજા પુરી થયા પછી ભારત ધકેલી દેવામાં આવશે. ફલાઇટ દરમિયાન યુવતીની બેઠક પર વારંવાર પીન મારનાર સિંહને માંચેસ્ટરમાં મિનશુટ સ્ટ્રિટ ક્રાઉન કોર્ટે ૧૨ મહિનાની સજા ફટકારી હતી.'ફલાઇટમાંથી મળેલી માહિતી અનુસાર, સિંહની વર્તણુંક ખૂબ જ નિંદનીય હતી.

ચેક ઇન પછી યુવતી એકલી જ રહી ગઇ હતી ત્યારથી જ સિંહે તેના યુવતીની અંગત જગ્યામાં ઘુસવાનો  પ્રયાસ કર્યો હતો તેમજ અણછાજતો શરીર સ્પર્શ કરતો હતો. યુવતી વારંવાર સિંહને વાત ન કરવા કહેતી હતી'એમ માંચેસ્ટર પોલીસના વડાએ કહ્યું હતું.

એ યુવતી અને અન્ય પેસેન્જરો ઉંઘી જાય તેની રાહ જોતાં સિંહે યુવતીને અડપલા શરૃ કરી દીધા હતા. જ્યારે યુવતીએ તેનો પ્રતિકાર કર્યો ત્યારે તેને બોલતી બંધ કરી દીધી હતી.અંતે યુવતીએ હિંમત ભેગી કરીને એરલાઇન સ્ટાફને ફરીયાદ કરી હતી.

ત્યાર પછી ૨૩ ફેબુ્રઆરીએ કોર્ટની સુનાવણી શરૃ કરી હતી. સિંહ છ મહિના માટે બ્રિટનના  પ્રવાસે જઇ રહ્યો હતો. મુંબઇમાં જ એણે મહિલા સાથે વાતચીત કરવાનો શરૃઆત કર્યો હતો. યુવતી એ નમ્ર બનવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ એને સહજ લાગતું નહતું.

બીજું એ કે સિંહને અંગ્રેજી બોલતાં પણ આવડતું નહતું. ફલાઇટમાં જ્યારે યુવતીએ ટોયલેટ જવાનો પ્રયાસ કર્યો ત્યારે પણ એ પોતાની જગ્યાએથી  ખસ્યો નહતો. યુવતી જ્યારે સુઇ ગઇ હતી ત્યારે સિંહે હદ વટાવી દીધી હતી અને યુવતીના અંડરવેરમાં હાથ નાંખવાનો પ્રયાસ કર્યો હતો. ત્યાર પછી એણે ફરીયાદ કરતાં તેને ધરપકડ કરવામાં આવી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HdNpWV
via Latest Gujarati News

Post a Comment

0 Comments