5 વર્ષમાં રામમંદિર નથી બનાવી શક્યા વિદ્યાસાગની મૂર્તિ શું બનાવશો: મમતા


કોલકત્તા, તા. 16 મે 2019, ગુરુવાર

સાતમાં તબક્કાના મતદાન પહેલા પ.બંગાળમાં રાજકિય ઘમાસાણ સર્જાયેલું છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહના રોડ શો દરમિયાન થયેલી હિંસા બાદ આરોપ-પ્રત્યારોનો સીલસીલો શરૂ છે. ભાજપે આ ઘટનાને TMC પ્રેરિત હિંસા ગણાવી જ્યારે TMC પ્રમુખ મમતા બેનર્જીએ સીધા જ વડાપ્રધાનને ચેલેન્જ આપતા કહ્યું કે, તેઓ ભાજપના આરોપોને સાબિત કરે નહીતો અમે તેમને જેલમાં મોકલી દેશું.

બંગાળના મથુરાપુરમાં એક જનસભાને સંબોધિત કરતા વડાપ્રધાનને ચેલેન્જ આપતા કહ્યું કે, વડાપ્રધાન કહે છે કે તેઓ વિદ્યાસાગરની મૂર્તિ બનાવશે. બંગાળ પાસે મૂર્તિ બનાવવાના પૈસા છે. શું તેઓ 200 વર્ષ જુની ધકોહરને પરત આપી શકે છે? અમારી પાસે પુરાવા છે અને તમે કહો છો કે TMCએ કર્યું છે. તમને શરમ આવે છે? આટલું ખોટું બોલવા માટે તેમણે ઉઠક-બેઠક કરવી જોઇએ. આરોપ સાબિત કરો નહીતર અમે તમને જેલમાં મોકલી દેશું.

રામમંદિના મુદ્દેનો ઉલ્લેખ કરીને મમતાએ કહ્યું કે, 5 વર્ષમાં રામમંદિર બનાવી શક્યા નહી અને વિદ્યાસાગરની મૂર્તિ બનાવવા માંગો છો? બંગાળના લોકો તમારી પાસે ભીખ નહી માંગે. તમારા ગુંડા નેતા અહીં આવીને કહે છે. બંગાળ કંગાળ છે. તેમણે સવાલ કરતા કહ્યું કે, અરે શું બંગાળીઓ કંગાળ છે? બંગાળીઓ કંગાલ છે?


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HmmisL
via Latest Gujarati News

Post a Comment

0 Comments