નવી દિલ્હી, તા.૧૫
ભારતે આગામી વર્લ્ડકપમાં ચોથા ક્રમે લોકેશ રાહુલને બેટીંગમાં ઉતારવો જોઈએ તેવી સલાહ દિલ્હીના ડેશિંગ ઓપનર ગૌતમ ગંભીરે આપી છે. ગંભીરે કહ્યું કે, ઈંગ્લેન્ડની ફાસ્ટ બોલરોને અનુકૂળ કન્ડિશનમાં ચોથા ક્રમનો બેટ્સમેન અત્યંત મહત્વનો બની રહેશે. મારા મતે આ પોઝિશન પર લોકેશ રાહુલ સૌથી અસરકારક બેટ્સમેન સાબિત થઈ શકે છે.
પસંદગીકારોએ લાંબા સમય સુધી રાયડુને ચોથા ક્રમના બેટ્સમેન તરીકે તક આપી હતી અને અચાનક તેેને વર્લ્ડકપ ટીમમાંથી પડતો મૂકતાં વિવાદ સર્જાયો હતો. આ સમયે ગંભીરે રાયડુની તરફેણ કરી હતી. જે પછી હવે તેણે જણાવ્યું છે કે, ભારત પાસે હાલના તબક્કે ચોથા ક્રમના બેટ્સમેન તરીકે દિનેશ કાર્તિક, કે. એલ. રાહુલ અને વિજય શંકર છે. ઈંગ્લેન્ડમાં જો વાદળછાયુ વાતાવરણ હોય અને શરૃઆતમાં બે-ત્રણ વિકેટ પડી જાય તો ચોથા ક્રમનો બેટ્સમેન અત્યંત મહત્વનો બની જાય તેમ છે. આવી સ્થિતિમાં ભારતે ચોથા ક્રમે લોકેશ રાહુલને ઉતારવો જોઈએ, જે ધીરજ સાથે લાંબી ઈનિંગ રમવાની ક્ષમતા ધરાવે છે.
રાહુલના વખાણ કરતાં ગંભીરે કહ્યું કે, રાહુલ ચોથા ક્રમના બેટ્સમેન તરીકે એટલા માટે શ્રેષ્ઠ વિકલ્પ છે કારણ કે તેની ટેકનિક પરફેક્ટ છે. તે ઈનિંગને આગળ ધપાવવાનું જાણે છે અને સ્કોરબોર્ડને પણ ફરતું રાખી શકે છે. જોકે આખરે તો ટીમ મેનેજમેન્ટે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્ણય લેવાનો છે.
from Sports News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Ea5hQq
via Latest Gujarati News
0 Comments