દુ:ખી પાટર્નરને ખુશ કરવા અજમાવો આ 5 ટીપ્સ, તુરંત ચહેરા પર આવશે સ્માઈલ


નવી દિલ્હી, 23 મે 2019, ગુરુવાર

જીવનમાં સુખ અને દુ:ખ  તો તડકા છાયાની જેમ આવતા જ રહે છે. પરંતુ મોટાભાગના લોકોને દુ:ખી મનને હસતું કરતાં આવડતું નથી. ઉદાસ મન વ્યક્તિને વ્યથિત કરી દે છે. જો તમે પણ પ્રિયજનની ઉદાસી દૂર કરી અને તેને હસાવી શકતા ન હોય તો આજે તમને જણાવીએ એવી 5 ટીપ્સ વિશે જે તમને પળવારમાં હસતા કરી દેશે. 

જીવનમાં જ્યારે એવી સ્થિતી આવે કે તમે ગુસ્સે થઈ જાઓ, ઉદાસ હોય કે પછી કોઈ સાથે બોલવા ચાલવાનું મન થતું ન હોય. તેવામાં હસવાનું કારણ પોતાના પ્રિયજનને કેવી રીતે આપવું અને તેના મનને પ્રફુલ્લિત કેવી રીતે કરવું તે જાણી લો. 

1. આલોચના કરવાનું ટાળો

સમસ્યા સર્જાય ત્યારે વ્યક્તિની મદદ વ્યક્તિ જ કરે છે, રૂપિયા પૈસા કામ કરી શકતા નથી. સામેની વ્યક્તિની વ્યથા સાંભળવાથી પણ મોટી મદદ મળે છે. કોઈ ઉદાસ હોય તો તેને અટપટા પ્રશ્નો પુછી પરેશાન ન કરો. બીજાના દુ:ખ વિશે અનુમાન લગાવી ન શકાય તેથી તેની સમસ્યાની તુલના અન્ય કોઈ સાથે કરવી નહીં. જે ઉદાસ હોય તેની આલોચના  ન કરો તેની લાગણીને સમજો અને તેનું સમ્માન કરો.

2. સંવાદમાં ભાગ લો

આપણી અંદર ભય હોય છે કે ઉદાસ હોય તેની વાત સાંભળવાથી તેના શબ્દોથી આપણે પણ દુખી થઈ જશું. પરંતુ એવું નથી લોકોના મનની વાત સાંભળવી જોઈએ. તેની સાથે ચર્ચા કરવી જેથી સમસ્યાનું સમાધાન પણ મળી જાય. કોઈની વાત ચુપચાપ સાંભળી ન લેવી તેની વાતચીતનો ભાગ બનો જેથી સમસ્યાનું સમાધાન આવે. તેનાથી તમારું મન પણ હળવું થશે. 

3. ભાષાનું રાખો ધ્યાન

જે વ્યક્તિ દુ:ખી હોય છે તેની સામે કડવા શબ્દનો પ્રયોગ તેમને વધારે દુ:ખી કરી શકે છે. એટલે વાતચીત કરતી વખતે એવા શબ્દોનો ઉપયોગ ક્યારેય ન કરવો કે જેનાથી સામેની વ્યક્તિ વધારે દુ:ખી થાય. જ્યારે કોઈ પ્રિયજન સાથે પણ ઝઘડો થાય ત્યારે પણ ધ્યાન રાખવું કે ગુસ્સામાં એવા શબ્દોનો પ્રયોગ કરવો નહીં કે જેનાથી સામેની વ્યક્તિ આહત થાય.

4. મદદ કરો

જો કોઈ પોતાના મનની વાત કહી ન શકે તો પણ તેની મદદ કરવા હાથ લંબાવો. ભલે તેની સમસ્યાનું સમાધાન તમારી પાસે ન હોય તો પણ તેના મનની વાત સાંભળી લેવાથી મન હળવું થઈ જાય છે. પરંતુ ખાસ ધ્યાન એ વાતનું રાખવું કે તેણે કહેલી વાતને અન્ય કોઈ સાથે શેર કરવી નહીં અને તેના પર સલાહ સુચનોનો બોજ ઢોળી દેવો નહીં.

5. સ્નેહ આપો

કોઈ પ્રેમથી ગળે લગાડી અને પ્રેમભર્યા બે શબ્દ પણ બોલે તે મન મજબૂત થઈ જાય છે. સ્નેહ અને પ્રેમ કોઈ જાદૂઈ દવા જેવું કામ કરે છે. સ્નેહ સંબંધને વધારે ગાઢ બનાવે છે. 





from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2wcJza6
via Latest Gujarati News

Post a Comment

0 Comments