NDAને બહુમતી મળવાની આશાએ શેર બજારમાં 600 પોઇન્ટનો ઉછાળો


અમદાવાદ, તા. 23 મે 2019, ગુરુવાર

લોકસભાની ચૂંટણીના પરિણામોનો શરૂઆતી ટ્રેન્ડ NDA ને સ્પષ્ટપણે બહૂમતિ મળી રહ્યાં નું આવતા જ શેર બજારમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. શેર બજાર 482 પોઇન્ટના ઉછાળા સાથે ખુલ્યું હતું ત્યારબાદ તુરંત જ વધીને 600 પોઇન્ટને વટાવી ગયું હતું. વડાપ્રધાનન નરેન્દ્ર મોદીના નજીક ગણાતા ઉદ્યોગપતિઓ અનિલ અંબાણી, મુકેશ અંબાણી તથા ગૌતમ અદાણીની કંપનીના શેરના ભાવમાં 2 થી 5 ટકાનો ઉછાળો જોવા મળી રહ્યો છે.

શેર બજારના સુત્રો જણાવે છે કે, જો શરૂઆતનો આ ટ્રેન્ડ પરિણામમાં પરિવર્તિત થશે તો શેર બજારમાં એક હજારથી બે બજાર પોઇન્ટ સુધીનો ઉછાળો જોવા મળી શકે છેે. આ જ રીતે જો ટ્રેન્ડ ઉલ્ટો પડે એટલે કે NDAને સ્પષ્ટ બહૂમતિ ન મળે તેવી સ્થિતીમાં શેર બજારમાં બે થી ત્રણ હજારનો પોઇન્ટનો કડાકો પણ બોલી શકે છે.


from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2X2ZVxY
via Latest Gujarati News

Post a Comment

0 Comments