લોકસભાની ચૂંટણીમાં ભાજપ-NDAને 300 બેઠકો


અમદાવાદ, તા. 23 મે 2019, ગુરુવાર

લોકસભાની ચૂંટણીના પરિણામો અગાઉ જાહેર થયેલા એક્ઝિટ પોલ મુજબના આવી રહ્યાં છે. સવારે 8 વાગ્યે મતગણતરી શરૂ થઇ હતી. જેમા  NDAને કર્ણાટકમાંથી 4 બેઠક પર આગળ રહીને શુભ શરૂઆત કરી હતી. ત્યાર બાદ ભાજપ અને NDA સતત આગળ વધતું રહ્યું હતું. સવારે સાડા નવ વાગ્યા સુધીમાં જ 542માંથી 530 બેઠકોનો ટ્રેન્ડ જાહેર થયો હતો જેમાંથી ભાજપ અને NDAને 300 બેઠક જ્યારે કોંગ્રેસ અને UPAને 117 બેઠકો મળી રહી છે. એટલે કે આટલી બેઠક પર તેઓ આગળ છે. આવી જ રીતે અન્ય પક્ષો પણ આગળ ચાલી રહ્યાં છે.

રાજસ્થાનની કુલ 25 બેઠકો માંથી ભાજપ તમામ 25 બેઠકો પરથી આગળ છે. આ જ રીતે ગુજરાતની 26 બેઠકો માંથી 19 બેઠકો પર ભાજપ અને 4 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહ્યં છે. જ્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ગાંધીનગર બેઠક પરથી 20 હજાર મતથી આગળ ચાલી રહ્યાં છે. કોંગ્રેસ માટે આંચકો લાગે તેવી વાત તે છે કે તેમના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધી અમેઠી પરથી જ્યારે તેમની માતા અને UPAના ચેરપર્સન સોનિયા ગાંધી રાયબરેલી બેઠક પરથી પાછળ ચાલી રહ્યાં છે. બીજી બાજુ વારાણસી બેઠક પરથી વડાપ્રધાન મોદી આગળ ચાલી રહ્યાં છે. એવું લાગે છે કે, જો આ ટ્રેન્ડ સતત આ જ રીતે ચાલુ રહેશે તો ભાજપ અને NDA ફરી કેન્દ્રમાં પોતાની સરકાર બનાવશે તે નક્કી છે.


from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VGnMBT
via Latest Gujarati News

Post a Comment

0 Comments