ઈન્ડેક્સ બેઝડ અફડાતફડીના અંતે સેન્સેક્સ 66 પોઈન્ટ વધીને 39750 નવી ઊંચાઈએ : IT, મેટલ, ઓઈલ શેરોમાં ફંડોની તેજી

(ગુજરાત સમાચાર પ્રતિનિધિ) મુંબઈ, તા. 28 મે, 2019, મંગળવાર

શેરોમાં આજે ઈન્ડેક્સ બેઝડ બે-તરફી અફડાતફડીના અંતે રેકોર્ડ તેજી આગળ વધી હતી. કેન્દ્રમાં ફરી સ્પષ્ટ બહુમત સાથે ભાજપના નેતૃત્વમાં સ્થિર સરકાર રચાવા જઈ રહી હોઈ મોદી સરકાર પાસેથી ઉદ્યોજકો, ઈન્વેસ્ટરોની આર્થિક વિકાસને ઝડપી બનાવવા માટેની અનેક અપેક્ષાઓ સાથે કોર્પોરેટ ઈન્ડિયાની પણ મોટી અપેક્ષાઓએ  શેરોમાં ફંડો સતત દરેક ઘટાડે લેવાલ રહ્યા હતા. સ્થાનિક પોઝિટીવ પરિબળ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે અમેરિકા-ચાઈના વચ્ચે ટ્રેડ ટેન્શન સતત વધતું રહીને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે હવે અમેરિકાને ચાઈના સાથે ટ્રેડ ડીલ કરવામાં કોઈ ઈચ્છા નહીં હોવાનું નિવેદન કરતાં એડવાન્ટેજ ઈન્ડિયા હોવાના પોઝિટીવ પરિબળે  પણ ભારતમાં આર્થિક વિકાસની વિપુલ તકો રહેલી હોઈ ફંડોએ શેરોમાં વેલ્યુબાઈંગ વધાર્યું હતું. આ સાથે આંતરરાષ્ટ્રીય મોરચે ક્રુડ ઓઈલના ભાવ ફરી વધીને  બ્રેન્ટ ૭૦ ડોલરની સપાટી કુદાવી જઈ સાંજે ૬૯.૯૭ ડોલર નજીક રહ્યા સાથે રૂપિયા સામે અમેરિકી ડોલર ૧૯ પૈસા વધીને રૂ.૬૯.૬૯ થઈ જતાં ઈન્ડેક્સ બેઝડ ખેલંદાઓ સાવચેતીમાં તેજીનો વેપાર હળવો કરવા લાગતાં  આજે ઈન્ટ્રા-ડે બે-તરફી ચંચળતાં જોવાઈ  હતી. જે અંતે આઈટી-સોફટવેર સર્વિસિઝ, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ શેરોમાં  લેવાલીએ સેન્સેક્સ ૬૬.૪૪ પોઈન્ટ વધીને ૩૯૭૪૯.૭૩ અને નિફટી સ્પોટ ૪ પોઈન્ટ વધીને ૧૧૯૨૮.૭૫  રેકોર્ડ નવી ઊંચાઈએ બંધ રહ્યા હતા.

સેન્સેક્સ ફરી અફડાતફડીના અંતે છેલ્લી ઘડીમાં તેજીએ ૩૯૮૨૮ની ઊંચાઈએ જઈ અંતે ૬૬ પોઈન્ટ વધીને ૩૯૭૫૦

ટ્રેડીંગની શરૂઆત આજે મજબૂતીએ થઈ હતી. સેન્સેક્સ આગલા બંધ ૩૯૬૮૩.૨૯ સામે ૩૯૭૬૫.૬૪ મથાળે ખુલીને આરંભમાં મજબૂતી બતાવીને બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં યશ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક સાથે મેટલ-માઈનીંગ શેરોમાં કોલ ઈન્ડિયા, વેદાન્તા સહિતમાં તેજી થતાં અને રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝની આરંભથી જ ફંડોની લેવાલીએ  અને આઈટી શેરોમાં ઈન્ફોસીસ, ટીસીએસ સહિતમાં ડોલરની મજબૂતીના આકર્ષણે લેવાલી વધતાં તેમ જ ઓએનજીસી સહિતના ઓઈલ-ગેસ શેરોમાં લેવાલી રહી હતી. અલબત ઓટોમોબાઈલ શેરોમાં હીરો મોટોકોર્પ, બજાજ ઓટો, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટાટા મોટર્સ સહિતમાં વેચવાલી થતાં અને સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, એક્સીસ બેંક, એચડીએફસી લિમિટેડ, કોટક મહિન્દ્રા બેંક સહિતમાં ફંડોનું પ્રોફિટ બુકિંગ થતાં અને લાર્સન એન્ડ ટુબ્રો, ભારતી એરટેલ, આઈટીસી સહિતમાં વેચવાલીએ એક તબક્કે ઘટીને નીચામાં ૩૯૪૯૮.૬૫ સુધી આવી ગયો હતો. જે છેલ્લા અડધા કલાકમાં ફરી ઘટાડો પચાવીને ઉપરમાં ૩૯૮૨૮.૬૫ સુધી જઈ અંતે ૬૬.૪૪ પોઈન્ટ વધીને નવી રેકોર્ડ ઊંચાઈએ ૩૯૭૪૯.૭૩ બંધ રહ્યો હતો.

નિફટી અફડાતફડીમાં નીચામાં ૧૧૮૬૪ અને ઉપરમાં ૧૧૯૫૮ સુધી જઈ અંતે ચાર પોઈન્ટ વધીને ૧૧૦૨૯ નવી ઊંચાઈએ

એનએસઈનો નિફટી સ્પોટ આગલા બંધ ૧૧૯૨૪.૭૫ સામે ૧૧૯૫૮.૩૫ મથાળે ખુલીને આરંભમાં મજબૂતીમાં ફંડોની બેંકિંગ શેરો યશ બેંક, ઈન્ડસઈન્ડ બેંક,  એચડીએફસી બેંક સહિતમાં લેવાલી અને આઈટી શેરોમાં ટીસીએસ, ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, વિપ્રો, એચસીએલ ટેકનોલોજી સહિતમાં ડોલરની મજબૂતીના આકર્ષણે લેવાલી રહેતાં અને ઓઈલ-ગેસ શેરોમાં રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, આઈઓસી સહિતમાં લેવાલી થતાં અને હિન્દાલ્કો, વેદાન્તા, કોલ ઈન્ડિયા, જેએસડબલ્યુ સ્ટીલ સહિતના મેટલ-માઈનીંગ શેરોમાં તેજી સાથે હિન્દુસ્તાન યુનિલિવર, ગેઈલ ઈન્ડિયા સહિતમાં આકર્ષણ રહ્યું હતું. અલબત ઓટોમોબાઈલ, પાવર-કેપિટલ ગુડઝ અને ફાઈનાન્સ શેરોમાં ફંડોની નફારૂપી વેચવાલીએ એક તબક્કે નિફટી ઘટીને નીચામાં ૧૧૮૧૨.૪૦ સુધી આવી ગયો હતો. જે છેલ્લા અડધા કલાકમાં ફરી ઝડપી રિકવરીમાં ઉપરમાં ૧૧૯૫૭.૧૫ સુધી જઈ અંતે ૪ પોઈન્ટ વધીને ૧૧૯૨૮.૭૫ નવી ઊંચાઈએ બંધ રહ્યો હતો.

મેના અંત પૂર્વે નિફટી ૧૨,૦૦૦નો કોલ વધીને ૪૭.૩૫ થઈ અંતે ૩૫.૬૦  : નિફટી ૧૧,૯૦૦નો પુટ ઘટીને ૩૬

ડેરિવેટીવ્ઝમાં નિફટી બેઝડ આજે  ફંડોએ અફડાતફડીના અંતે તેજીનો વેપાર વધાર્યો હોવાની ચર્ચા હતી. નિફટી ૧૨,૦૦૦નો ૩૦,મે એક્સપાઈરીનો કોલ ૪,૫૪,૭૦૭ કોન્ટ્રેકટસમાં રૂ.૪૧,૦૨૯.૭૯ કરોડના કામકાજે ૩૮.૪૫ સામે ૪૬.૯૫ મથાળે ખુલીને ઉપરમાં ૪૭.૩૫ થઈ ઘટીને ૧૬.૨૦ સુધી આવી અંતે ૩૫.૬૦ રહ્યો હતો. નિફટી ૧૧,૯૦૦નો પુટ ૩,૮૭,૨૩૪ કોન્ટ્રેકટસમાં રૂ.૩૪,૭૩૦.૩૫ કરોડના કામકાજે ૫૯.૮૫ સામે ૫૨.૬૦ મથાળે ખુલીને ઉપરમાં ૮૩.૧૦ થઈ ઘટીને ૩૨.૩૫ સુધી આવી અંતે ૩૬ રહ્યો હતો. બેંક નિફટી ૧૨,૦૦૦નો કોલ ૬,૬૪,૨૬૮ કોન્ટ્રેકટસમાં રૂ.૪૨,૫૮૦.૮૪ કરોડના કામકાજે ૭૬.૭૫ સામે ૮૪.૮૫ મથાળે ખુલીને ઉપરમાં ૯૪.૪૦ થઈ ઘટીને ૨૦.૬૫ સુધી આવી અંતે ૬૦ રહ્યો હતો. નિફટી ૧૧,૮૦૦નો પુટ ૨૮.૫૫ સામે ૨૨.૩૫ મથાળે ખુલીને ઉપરમાં ૩૭.૭૫ થઈ ઘટીને ૧૧.૫૦ સુધી આવી અંતે ૧૩.૧૦ રહ્યો હતો. 

મે નિફટી ફયુચર ૧૧,૯૧૮ થઈ વધીને ૧૧,૯૬૫ થઈ અંતે ૧૧,૯૪૫ : બેંક નિફટી ફયુચર ૩૧,૫૯૫ થી વધીને ૩૧,૬૯૩

નિફટી મે ફયુચર ૧,૬૦,૪૧૮ કોન્ટ્રેકટસમાં રૂ.૧૪,૩૩૩.૮૮ કરોડના કામકાજે ૧૧,૯૧૮.૫૦ સામે ૧૧,૯૫૯ મથાળે ખુલીને નીચામાં ૧૧,૮૫૬.૫૦ થઈ વધીને ૧૧,૯૬૫ સુધી જઈ અંતે ૧૧,૯૪૫ રહ્યો હતો. નિફટી જૂન ફયુચર ૭૦,૫૩૩ કોન્ટ્રેકટસમાં રૂ.૬૩૨૭.૬૨ કરોડના કામકાજે ૧૧,૯૬૮.૫૫ સામે ૧૧,૯૮૩.૯૫ મથાળે ખુલીને નીચામાં ૧૧,૯૦૭.૮૦ થઈ વધીને ૧૨,૦૧૧.૭૦ સુધી જઈ અંતે ૧૧,૯૯૩ રહ્યો હતો. બેંક નિફટી મે ફયુચર ૧,૬૯,૦૮૬ કોન્ટ્રેકટસમાં રૂ.૧૦,૬૫૪.૭૬ કરોડના કામકાજે ૩૧,૫૯૫.૨૫ સામે ૩૧,૬૭૬.૭૫ મથાળે ખુલીને નીચામાં ૩૧,૩૧૯ થઈ વધીને ૩૧,૬૯૯.૧૫ સુધી પહોંચી અંતે ૩૧,૬૯૩.૩૦ રહ્યો હતો. બેંક નિફટી જૂન ફયુચર ૪૪,૮૪૨ કોન્ટ્રેકટસમાં રૂ.૨૮૩૨.૦૩ કરોડના કામકાજે ૩૧,૬૬૯.૫૫ સામે ૩૧,૭૨૫ મથાળે ખુલીને નીચામાં ૩૧,૪૦૪.૯૦ થઈ વધીને ૩૧,૭૭૪.૯૫ સુધી જઈ અંતે ૩૧,૭૭૦ રહ્યો હતો. 

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડોનું સતત વેલ્યુબાઈંગ : કોલ ઈન્ડિયા, જેએસડબલ્યુ સ્ટીલ, વેદાન્તા, હિન્દાલ્કો વધ્યા

મેટલ-માઈનીંગ શેરોમાં ફંડો, મહારથીઓનું સતત વેલ્યુબાઈંગ વધતું જોવાયું હતું. કેન્દ્રમાં ફરી સ્પષ્ટ બહુમત સાથે ભાજપ-એનડીએની સરકાર રચાવા જઈ રહી હોઈ ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મોટા પ્રોજેક્ટોને વેગ આપવામાં આવશે એવી પૂરી શકયતાએ સ્ટીલ સહિત મેટલની માંગમાં મોટી વૃદ્વિની અપેક્ષાએ ફંડોની સતત મેટલ શેરોમાં લેવાલી રહી હતી. કોલ ઈન્ડિયા રૂ.૬.૬૫ વધીને રૂ.૨૫૦.૭૦, જેએસડબલ્યુ સ્ટીલ રૂ.૫.૮૦ વધીને રૂ.૨૯૩.૬૦, વેદાન્તા રૂ.૨.૮૦ વધીને રૂ.૧૬૯.૧૦, હિન્દાલ્કો રૂ.૧.૯૫ વધીને રૂ.૨૦૨.૧૦, જિન્દાલ સ્ટીલ રૂ.૧૬૮.૩૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૧૦૪.૮૬ પોઈન્ટ વધીને ૧૧૧૩૩.૬૨ બંધ રહ્યો હતો. 

ડોલર ૧૯ પૈસા વધીને રૂ.૬૯.૬૯ :  ઈન્ફોસીસ, ટેક મહિન્દ્રા, ટીસીએસ, એચસીએલ ટેક, એમ્ફેસીસ, ઓરેકલ, વિપ્રો વધ્યા

રૂપિયા સામે અમેરિકી ડોલર આજે ૧૯ પૈસા વધીને રૂ.૬૯.૬૯ થઈ જતાં આઈટી-સોફટવેર સર્વિસિઝ શેરોમાં ફંડોની સતત લેવાલી રહી હતી. ઈન્ફોસીસ રૂ.૧૭.૫૫ વધીને રૂ.૭૨૬.૬૫, ટેક મહિન્દ્રા રૂ.૧૪.૪૫ વધીને રૂ.૭૩૯.૫૫, એમ્ફેસીસ રૂ.૧૭.૪૦ વધીને રૂ.૯૫૨.૪૦, વિપ્રો રૂ.૩.૮૫ વધીને રૂ.૨૮૪.૩૦, ટીસીએસ રૂ.૨૧.૨૦ વધીને રૂ.૨૦૭૫, એચસીએલ ટેકનોલોજી રૂ.૮.૫૦ વધીને રૂ.૧૦૭૨.૪૫, ઓરેકલ ફિનસર્વ રૂ.૧૬.૭૦ વધીને રૂ.૩૪૨૮.૨૫, માઈન્ડટ્રી રૂ.૩.૦૫ વધીને રૂ.૯૮૨.૩૦ રહ્યા હતા. 

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ ફંડોની ફરી તેજીએ રૂ.૧૫ વધીને રૂ.૧૩૨૬ : આઈઓસી, ઓએનજીસી, એચપીસીએલ, બીપીસીએલ વધ્યા

ઓઈલ-ગેસ શેરોમાં ફંડોની આજે ક્રુડ ઓઈલના ભાવ ફરી વધવા અને ડોલરની મજબૂતી છતાં તેજી રહી હતી. રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૫.૨૫ વધીને રૂ.૧૩૨૫.૯૫, આઈઓસી રૂ.૧.૬૦ વધીને રૂ.૧૬૩.૪૫, ઓએનજીસી રૂ.૧.૪૦ વધીને રૂ.૧૭૫.૧૦, એચપીસીએલ રૂ.૧.૬૫ વધીને રૂ.૩૧૮.૩૫, બીપીસીએલ રૂ.૧.૩૦ વધીને રૂ.૪૦૩, ગેઈલ ઈન્ડિયામાં બોનસ જાહેર થતાં રૂ.૩૪૯.૩૦ રહ્યા હતા. 

યશ બેંક, ઈન્ડસઈન્ડ બેંક, એચડીએફસી બેંક, ફાઈવ પૈસા,  મોતીલાલ ઓસ્વાલ, હુડકો, જેએમ ફાઈનાન્શિયલ વધ્યા

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની આજે પસંદગીની લેવાલી રહી હતી. અલબત અમુક શેરોમાં ફંડોની નફારૂપી વેચવાલી રહી હતી. યશ બેંક રૂ.૫.૯૫ વધીને રૂ.૧૫૨.૬૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૭.૮૫ વધીને રૂ.૧૬૧૮.૬૦, એચડીએફસી બેંક રૂ.૮.૧૫ વધીને રૂ.૨૪૧૬.૨૫, ફાઈવ પૈસા રૂ.૨૨.૫૦ વધીને રૂ.૨૪૭.૭૫, મોતીલાલ ઓસ્વાલ રૂ.૫૨.૪૫ વધીને રૂ.૮૨૮.૭૦, હુડકો રૂ.૧.૪૦ વધીને રૂ.૪૫.૭૦,  જેએમ ફાઈનાન્શિયલ રૂ.૨.૮૫ વધીને રૂ.૯૩.૯૫,  એલ  એન્ડ ટી ફાઈનાન્સ રૂ.૩.૦૫ વધીને રૂ.૧૩૦.૮૫ રહ્યા હતા. જ્યારે કોટક બેંક રૂ.૧૨.૨૦ ઘટીને રૂ.૧૫૧૪.૩૫, બેંક ઓફ બરોડા રૂ.૧૩૯.૮૫, એક્સીસ બેંક રૂ.૮૦૮.૭૫, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૧.૦૫ ઘટીને રૂ.૩૬૦.૪૦, આઈડીએફસી લિમિટેડ રૂ.૧.૭૫ ઘટીને રૂ.૩૭.૭૫, ડીએચએફએલ રૂ.૪.૨૫ ઘટીને રૂ.૧૧૪.૮૦, પીએનબી રૂ.૩.૧૦ ઘટીને રૂ.૮૬.૨૦, એડલવેઈઝ રૂ.૬ ઘટીને રૂ.૧૮૨.૬૦ રહ્યા હતા. 

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં ફરી ઉછાળે પ્રોફિટ બુકિંગ : ૧૪૨૪ શેરો પોઝિટીવ બંધ : ૧૯૫ શેરોમાં તેજીની સર્કિટ

સ્મોલ, મિડ કેપ, રોકડાના શેરોમાં આજે પસંદગીનું આકર્ષણ જળવાઈ રહેવા છતાં ઘણાં શેરોમાં પ્રોફિટ બુકિંગ થતું જોવાયું હતું. અલબત માર્કેટબ્રેડથ પોઝિટીવ રહી હતી. બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી ૨૭૬૧ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૧૪૨૪ અને ઘટનારની સંખ્યા ૧૧૮૮ રહી હતી. ૧૯૫ શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ સામે ૧૮૩ શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ રહી હતી. 

FIIની કેશમાં રૂ.૫૦૧ કરોડ, ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૯૪૭ કરોડની ચોખ્ખી વેચવાલી : DIIની રૂ.૨૬૯ કરોડની ખરીદી

એફઆઈઆઈ-વિદેશી સંસ્થાકીય રોકાણકારો, ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોની આજે-મંગળવારે કેશમાં રૂ.૫૦૧.૧૧ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૮,૪૭૧.૧૬ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૮,૯૭૨.૨૭ કરોડની વેચવાલી થઈ હતી. એફઆઈઆઈની આજે ફયુચર્સમાં ઈન્ડેક્સ ફયુચર્સમાં રૂ.૯૪૭.૩૧ કરોડની ચોખ્ખી વેચવાલી અને સ્ટોક ફયુચર્સમાં રૂ.૧૩૩.૧૮ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૨૬૯.૨૨ કરોડની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૪૦૮૮.૦૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૩૮૧૮.૮૫ કરોડની વેચવાલી થઈ હતી.



from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EAEo8n
via Latest Gujarati News

Post a Comment

0 Comments