
(પીટીઆઇ) નવી દિલ્હી, તા. 28 મે, 2019, મંગળવાર
ભારતે આજે જમીનથી હવામાં પ્રહાર કરી શકે એવી મિસાઇલ 'આકાશ' એમકે-આઇએસને ઓડિશાના ચાંદીપુરના ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જથી છોડી હતી, એમ સંરણ મંત્રાલયે કહ્યું હતું.૨૫ કિમી સુધી પ્રહારની અને ૬૦ કિલો વજન ઉપાડવાની ક્ષમતા ધરાવતી જમીનથી હવામાં હુમલો કરનારી આ મિસાઇલને ૨૫ અને ૨૭ મેના રોજ છોડાઇ હતી.
ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવેલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન (ડીઆરડીઓ) દ્વારા સફળતાપૂર્વક આકાશ' એમકે-આઇએસને ઓડિશાના ચાંદીપુરના ઇન્ટીગ્રેટેડ ટેસ્ટ રેન્જથી છોડી હતી'એમ સંરક્ષણ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું હતું. નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આકાશની શસ્ત્રોની સીસ્ટમમાં કમાન્ડ ગાઇડન્સ અને એક્ટિવ ટર્મિનલ સીકર ગાઇડન્સ એમ બંને પ્રકારનું મિશ્રણ છે. ' બંને મિશનમાં સીકર અને ગાઇડન્સ એમ બંનેને સતત તેમાં જોડવામાં આવ્યા હતા. મિશનના તમામ હેતુઓ પાર પાડી શકાયા હતા'એમ સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JIsIVp
via Latest Gujarati News
0 Comments