(ગુજરાત સમાચાર કાર્યાલય) મુંબઈ, તા. 09 મે, 2019, ગુરૂવાર
મુંબઈ ઝવેરી બજારમાં આજે ભાવ વધતા અટકી ઘટાડા પર હતા. કરન્સી બજારમાં ડોલરના ભાવમાં તેજી આગળ વધતાં ચાલુબજારે ડોલરના ભાવ રૂ.૭૦ની ઉપર જતા રહ્યા હતા. જોકે ત્યાર પછી ડોલરના બંધ ભાવ રૂ.૭૦ની અંદર આવ્યા હતા. છતાં પાછલા બંધ ભાવ કરતાં આજે ડોલરના ભાવ ઉંચા બંધ રહ્યા હતા. દરમિયાન વિશ્વ બજારમાં ડોલર ઈન્ડેક્સ ઉંચો જતાં વૈશ્વિક સ્તરે સોનામાં ઉછાળે ફંડવાળાની વેચવાલી વધ્યાના સમાચાર હતા.
વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૧૨૮૯.૮૦ ડોલરવાળા ઘટી ૧૨૭૯.૮૦ થઈ સાંજે ભાવ ૧૨૮૨ ડોલર રહ્યા હતા. મુંબઈ ઝવેરી બજારમાં સોનાના ભાવ૧૦ ગ્રામના જીએસટી વગર ૯૯.૫૦ના રૂ.૩૧૭૮૦ વાળા આજે રૂ.૩૧૭૪૪ બંધ હતા. ૯૯.૯૦ના ભાવ રૂ.૩૧૯૦૮ વાળા રૂ.૩૧૮૭૨ બંધ હતા. જ્યારે જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.
દરમિયાન, મુંબઈ બજારમાં આજે ચાંદીના ભાવ કિલોના ૯૯૯ના જીએસટી વગર રૂ.૩૭૨૩૫ વાળા રૂ.૩૭૧૦૦ બંધ રહ્યા પછી સાંજે ભાવ રૂ.૩૭૦૦૦થી ૩૭૦૫૦ તથા જીએસટી સાથેના ભાવ આ ભાવથી રૂ.૧૨૦૦થી ૧૨૫૦ ઉંચા હતા.
વિશ્વબજારમાં સોના પાછળ આજે ચાંદીના ભાવ ઔંશના ૧૪.૯૩ ડોલર બોલાયા હતા. ઘરઆંગણે ડોલર સામે રૂપિયો આજે ગબડયો હતો. સામે વિશ્વ બજારના સમાચાર મુજબ ડોલર સામે ચીનની કરન્સી યુઆનના ભાવ ગબડી ૪ મહિનાના તળિયે જતા રહ્યા હતા.
મુંબઈ કરન્સી બજારમાં આજે ડોલરના ભાવ રૂ.૬૯.૭૧ વાળા ૬૯.૮૫ ખુલી ઉંચામાં ભાવ રૂ.૭૦.૦૪ થયા પછી નીચામાં ૬૯.૮૨ થઈ છેલ્લે બંધ ભાવ ૬૯.૯૫ હતા. ડોલરના ભાવ રૂપિયા સામે ૨૪પૈસા ઉંચકાયા હતા જ્યારે બ્રિટીશ પાઉન્ડના ભાવ ૧૪ પૈસા વધી રૂ.૯૦.૮૩થી ૯૦.૮૪ તથા યુરોના ભાવ ૧૬ પૈસા વધી રૂ.૭૮.૨૫થી ૭૮.૨૬ હતા.
અમેરિકા અને ચીન વચ્ચે હવે વાતચીત આગળ વધે છે કે નહીં અને આગળ શું ફરી ટેરીફ વોર શરૂ થશે? એના પર વિશ્વ બજારના ખેલાડીઓની નજર હતી.
દરમિયાન વિશ્વ બજારમાં બ્રેન્ટક્રૂડના ભાવો બેરલના ૭૦ ડોલરની અંદર જતા રહ્યા હતા. તે ઉંચામાં ફરી ૭૦ ડોલર વટાવી ૭૦.૨૫થી ૭૦.૩૦ ડોલર થઈ સાંજે ભાવ ૭.૧૫ ડોલર બોલાયા હતા. ન્યુયોર્કના ભાવ ૬૨ ડોલરની અંદર ઉતર્યા હતા તે ફરી ૬૨ ડોલર વટાવી ઉંચામાં ભાવ ૬૨.૦૨થી ૬૨.૦૩ ડોલર થયા હતા. સાંજે ભાવ ૬૧.૭૫ થી ૬૧.૮૦ડોલર રહ્યાના વાવડ હતા.
વિશ્વ બજારના સમાચાર મુજબ અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ઘટયાના નિર્દેશો હતા તેમ છતાં અમેરિકા અને ચીન વચ્ચે ફરી ટ્રેડવોર શરૂ થવાની ગણતરી વચ્ચે વિશ્વબજારમાં ક્રૂડતેલના ભાવમાં ઉછાળા ઉભરા જેવા નિવડયાની ચર્ચા હતી. અમેરિકામાં ક્રૂડતેલનો સ્ટોક ૪૦ લાખ બેરલ્સ ઘટયો ઘટયો હોવાનું એનર્જી ઈન્ફર્મેશન એડમિનિસ્ટ્રેશને જણાવ્યું હતું.
from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PSpmj1
via Latest Gujarati News
0 Comments