ટ્રમ્પના બે ટ્વીટના પગલે વૈશ્વિક માર્કેટના 95 લાખ કરોડ રૂપિયા ડૂબ્યા

સિંગાપોર,તા. 09  મે, 2019, ગુરૂવાર

 ચીન સાથે ટ્રેડ વાટાઘાટ નિષ્ફળ રહ્યા બાદ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્રારા કરવામાં આવેલ બે ટ્વીટથી ગ્લોબલ સ્ટોક માર્કેટ ધણધણ્યું છે. આનાથી લોકોના કરોડો રૂપિયા ડૂબવા સાથે દુનિયાભરના સ્ટોક માર્કેટમાં ઉતાર-ચઢાવનો દોર શરૂ થયો છે. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, ટ્રમ્પના ટ્વીટથી ગ્લોબલ સ્ટોક માર્કેટને પ્રતિ શબ્દ (૧૦૨ શબ્દોનું ટ્વીટ) ૧૩.૩૩ અબજ જોલર એટલે કે ૯૩ હજાર કરોડ રૂપિયાનું નુકશાન થયું છે. હાલમાં લગભગ ૧.૩૬ લાખ કરોડ ડોલર (૯૩ લાખ કરોડ રૂપિયા) ડૂબી ચૂક્યા છે.

ગયા સપ્તાહ સુધી અમેરિકા અને ચીન ટ્રેડ સંબંધો પર રોકાણકારોની નજર નહોતી. હાલના સપ્તાહમાં ટ્રેડ વાટાઘાટોને લઈને ઈન્વેસ્ટર્સનો માર્કેટ પર ભરોસો હતો. મોટી સેન્ટ્રલ બેન્કોનું વલણ નરમ હતુ અને અમેરિકન કંપનીઓની અનગ્સ અનુમાનથી વધુ રહી હતી.  સિડનીના એક માર્કેટ સ્ટ્રેટર્જીસ્ટ એલિએનર ક્રેગે જણાવ્યું કે, અમેરિકા-ચીન વચ્ચે હાલ ટકરાવના અનિશ્વિતતાનો દોર શરૂ થયો છે, કેમ કે માર્કેટ માનીને ચાલી રહ્યું હતું કે, ડીલ થઈ જશે. જો કે, વીકેન્ડ સુધી કઈ થવાની આશા ઓછી છે.

વાતચીતના આધારે જોવામાં આવે તો, છેલ્લા બે દિવસમાં બનેલ ઘટનાઓ આ વર્ષે માર્કેટ રેલીને લાગેલ મોટો ઝટકા સમાન છે. એવામાં સવાલ એ ઉઠે છે કે, બુલ માર્કેટ આગળ જારી કેવી રીતે રહેશે. જેપી મોર્ગનના ગ્લોબલ માર્કેટ સ્ટ્રેટર્જીસ્ટ કેરી ક્રેગને હજી પણ લાગે છે કે, ટ્રેડ ડીલ થઈ શકે છે, પંરતુ આમાં આશાથી વધુ જ સમય લાગી શકે છે. તેમણે જણાવ્યું કે, માર્કેટમાં તેજી ગ્લોબલ ઈક્વિટીઝ પર નિર્ભર છે અને આ વચ્ચે ઈન્વેસ્ટર્સ અમુક પ્રોફીટ બુક કરવા અંગે વિચારી શકે છે. શેરોમાં આવેલ વેચવાલીથી સ્પષ્ટ છે કે, અમુક રોકાણકારો પોતાની પોઝીશનમાં ફેરફાર કરી રહ્યા છે.

ઓઆંડા એશિયા પેસિફિકના સીનિયર માર્કેટ એનાલિસ્ટ જેક્રી હૈલે જણાવ્યું કે, મને લાગે છે કે, રોકાણકારો  સતર્કતા વર્તીને પોતાનો પોર્ટફોલિયો સીમિત કરી રહ્યા છે. એક એક્સપર્ટે જણાવ્યું કે, જો કોઈ ડીલ નહિં થાય તો તેની અસર વધુ ગંભીર નહિં થાય. હવે વોશિંગટનમાં  અમેરિકા અને ચીન વચ્ચે થનાર મીટિંગ પર ઘણો આધાર રહેશે.




from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2vL0AIn
via Latest Gujarati News

Post a Comment

0 Comments