શરમજનક ભાષણ બદલ મોદી ઉપર 72 વર્ષનો પ્રતિબંધ લાદો: અખિલેશનો ટોણો


(પીટીઆઇ) લખનઉ, તા.30 એપ્રિલ, 2019, મંગળવાર

તૃણમુલ કોંગ્રેસના ૪૦ ઘારાસભ્યો  સંપર્કમાં હોવાનો દાવો કરનાર મોદી પર સમાજવાદી પક્ષના વડા અખિલેશ યાદવે કહ્યું હતું કે આવા શરમજનક ભાષણ બદલ મોદી પર ૭૨ વર્ષ સુધી પ્રતિબંધ લાદવો જોઇએ.

આચાર સંહિતાના ભંગ બદલ ચૂંટણી પંચે તાજેતરમાં ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી અને પંજાબના મંત્રી નવજોત સિધ્ધુ સહિત અનેક લોકો પર ૭૨ કલાકનો પ્રચાર કરવા પર પ્રતિબંધ લાદ્યો હતો. 'વિકાસ પૂછે છે, શું તમે પ્રધાન મંત્રીની શરમજનક વાત સાંભળી.

૧૨૫ કરોડ દેશવાસીઓનો વિશ્વાસ ગુમાવ્યા પછી મોદી હવે ૪૦ ધારાસભ્યોને અનૈતિક રીતે પક્ષ પલ્ટો કરાવવાની ધૃણસ્પદ હરકત કરી રહ્યા છે. આ જ બાબત તેમની કાળાનાણા અંગેની  માનસિક  દર્શાવે છે.તેમના પર  તો ૭૨ કલાક નહીં બલકે વર્ષ સુધીનો પ્રતિંબધ લાદવો જોઇએ'એમ અખિલેશ યાદવે ટ્વિટ કર્યું હતું. 

પશ્ચિમ બંગાળના હુગલી જિલ્લામાં ની સેરામપોર અને ઉત્તર ૨૪ પરગણાની લોકસભા બેઠકની જાહેર સભામાં મોદીએ દાવો કર્યો હતો કે તૃણમુલ કોંગ્રેસના ૪૦ ઘારાસભ્યો મારા સંપર્કમાં છે.

મોદીએ મમતા બેનર્જી પર પ્રહાર કરતાં કહ્યું હતું કે દીદી દિલ્હી દૂર હૈ.'લોકસભા ચૂંટણીના પરિણામ આવશે તો તમારા ધારાસભ્યો પણ તમને છોડી જશે.તમારા ૪૦ ધારાસભ્યો મારા સંપર્કમાં છે.તમારા પગ નીચેથી રાજકારણ ખસી ગયું છે.'મુઠ્ઠીભર બેઠકો લઇને દીદી તમે દિલ્હી પહોંચી શકતા નથી. દિલ્હી દૂર છે. દિલ્હી જવાની વાત તો બહાનું છે, ખરેખર તો તેઓ તેમના ભત્રીજાને સેટ કરવાના પ્રયાસો કરે છે'.એમ મોદીએ કહ્યું હતું.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PDsYVO
via Latest Gujarati News

Post a Comment

0 Comments