
(પીટીઆઇ) પથારિયા, તા.30 એપ્રિલ, 2019, મંગળવાર
વડા પ્રધાન મોદી પર પ્રહારમાં વધારો કરીને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે વડા પ્રધાનના સત્તાવાર નિવાસસ્થાનના ચોકીદારો પણ કહે છે કે ચોકીદાર ચોર છે.મધ્ય પ્રદેશના દામોહ જિલ્લાના પથારિયામાં એક રેલીને સંબોધતાં તેમણે રફાલ જેટની ખરીદીમાં કરાયેલા ભ્રષ્ટાચારનો પણ ઉલ્લેખ કર્યો હતો.
'હું દાવા સાથે કહી શકું છું કે જો તમે નવી દિલ્હીના રેસકોર્ટ રોડ પર આવેલા પીએમ હાઉસની સામે ઊભા ખાલી ચોકીદાર બોલશો તો એ પણ કહેશે કે ચોકીદાર જ ચોર છે.
રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આવો જવાબ એટલા માટે મળે છે કે આખું દેશ જાણે છે કે મોદીએ છેલ્લા પાંચ વર્ષમાં માત્ર પંદર લોકોને ૫.૫૫ લાખ કરોડ માફ કર્યા હતા.પસંદગીના ઉદ્યોગપતિઓ સાથે જ સબંધ રાખતા મોદી માટે રાહુલ ગાંધી છેલ્લા કેટલાય સમયથી 'ચોકીદાર ચોર હૈ' સૂત્ર ઉચ્ચાર્યું છે.
રાહુલે ગાંધીએ એવો પણ આરોપ મૂકયો હતો કે મોદીએ રફાલ કૌભાંડ મારફતે તેમના મિત્ર અનિલ અંબાણીને રૂપિયા ૩૦,૦૦૦ કરોડ આપ્યા હતા. મોદીએ તમારી મહેનતના કરોડો રૂપિયાની ચોરી કરી હતી'એમ તેમણે ક્હયું હતું.
તેમણે મધ્ય પ્રદેશના મુખ્ય પ્રધાન કમલનાથને 'બુંદેલખંડ પેકેજ કૌભાંડ'ની તપાસ કરવા પણ કહ્યું હતું.'તે વખતની યુપીએ સરકારે બુંદેલખંડના વિકાસ માટે રૂપિયા ૩૮૦૦ કરોડ આપ્યા હતા, પરંતુ અત્યાર સુધી કંઇ જ બન્યું નથી'એમ ગાંધીએ કહ્યું હતું.
મધ્ય પ્રદેશમાં જ્યારે શિવરાજ ચૌહાણની સરકાર હતી ત્યારે કોંગ્રેસે બુંદેલખંડના વિકાસ માટે આ રકમ છુટી કરી હતી અને તેમાં અનેક ગેરરિતીઓ જોવા મળી હતી. મધ્ય પ્રદેશની ૨૯ પૈકી છ લોકસભા બેઠકોની ચૂંટણી ૨૯ એપ્રિલે થઇ હતી અને બાકીની ૨૩ બેઠકોની ચૂંટણી મે મહિનાની ૬,૧૨ અને ૧૯ તારીખે થશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Y0VSSX
via Latest Gujarati News
0 Comments