
(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ,તા. 11 મે 2019, શનિવાર
૭૨મા કાન્સ ફેસ્ટિવલની તૈયારી જોરશોરમાં થઇ રહી છે. ઐશ્વર્યા રાય, દીપિકા પદુકોણ, કંગના રનૌત અને સોનમ કપૂર જેવી ભારતીય સેલેબ્રિટિઓ આ ફેસ્ટિવલમાં ભાગ લેવાની છે. ૧૪ મેથી ૨૫મે સુધી આ ફેસ્ટિવલનું આયોજન થવાનું છે.
એક રિપોર્ટના અનુસાર બોલીવૂડની આ દીવાઓમાંની દીપિકા પદુકોણ ૧૬મેના કાન્સ ફેસ્ટિવલનો ભાગ બનશે. જ્યારે ઐશ્વર્યા રાય ૧૯મેના કાન્સમાં જોવા મળશે. બોલીવૂડની ફેશન ક્વિન ગણાતી સોનમ કપૂર ૨૦-૨૧મેના રોજ રેડકાર્પેટ પર ઊતરશે.
ઉલ્લેખનીય છે કે, કંગના રનૌતે ગયા વરસે કાન્સ ફિલમ ફેસ્ટિવલમાં ધમાકેદાર ડેબ્યુ કર્યું હતું. તેણે પોતાના સ્ટાઇલિશ, બોલ્ડ અને બિનધાસ્ત લુકથી લોકોને આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા હતા. આ વખતે તે ફરી પાછી પોતાના અનોખા ફેશન લુક સાથે રેડ કાર્પેટ એક્સપ્લોર કરવા તૈયાર છે.
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2PYpDkf
via Latest Gujarati News
0 Comments