કલકત્તા, તા. 17 મે 2019, શુક્રવાર
પશ્ચિમ બંગાળમાં 19 મેના રોજ લોકસભા ચૂંટણીના આખરી તબક્કામાં 9 બેઠકો માટે મતદાન થવાનુ છે.
જોકે દરેક તબક્કામાં મતદાન દરમિયાન થયેલી હિંસાના કારણે માત્ર 9 બેઠકો માટે અર્ધલશ્કરી દળોની 800 કંપનીઓ તૈનાત કરવામાં આવશે.
રાજ્યપાલ કેન્દ્રને મોકલવામાં આવેલા રિપોર્ટના આધારે મતદાન પહેલા સુરક્ષા માટે કમર કસવામાં આવી રહી છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યુ છે કે, મમતા બેનરજીની પાર્ટી તૃણમુલ કોંગ્રેસ દ્વારા મતદારોને ધમકાવવામાં આવી રહ્યા છે. જેના પગલે લોકોની સુરક્ષા નિશ્ચિત કરવી જરુરી છે.
માત્ર 9 બેઠકો માટે જવાનોની 800 કંપનીઓ તૈનાત કરવી પડે તે જ બતાવે છે કે બંગાળની સ્થિતિ બિહાર કરતા પણ બદતર થઈ ગઈ છે. આમ તો તંત્ર દ્વારા 900 કંપનીઓની માંગણી કરવામાં આવી હતી પણ પણ અન્ય રાજ્યોમાં પણ તે દિવસે મતદાન થવાનુ હોવાથી 800 કંપનીઓ ફાળવવામાં આવી છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2EdMGCY
via Latest Gujarati News
0 Comments