લોસ એંજલ્સ તા..17 મે 2019 શુક્રવાર
રોલિંગ સ્ટોન ફેમ મીક જેગરે એના પર હાર્ટ સર્જરી થયાના થોડા જ દિવસમાં ફરી ડાન્સ કરીને એના લાખ્ખો ચાહકો અને સાથીદારોને ચકિત કરી દીધા હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
પંચોેતેર વર્ષના જેગર પર એપ્રિલમાં હાર્ટ સર્જરી થઇ હતી અને ડૉક્ટરોએ એમને પૂરતો આરામ કરવાની સલાહ આપી હતી પરંતુ મીક જેગરે બુધવારે સોશ્યલ મિડિયા પર પોતાના લેટેસ્ટ ડાન્સની વિડિયો ક્લીપ મૂકીને સૌને આશ્ચર્યમાં ડૂબાડી દીધા હતા.
૨૦૧૧માં મીકે કરેલા અને સદાબહાર ગણાતા 'મૂવ્સ લાઇક જેગર' ડાન્સની પ્રતિકકૃતિ કરતા હોય એમ મીકે તાજી હાર્ટ સર્જરીને ભૂલીને હવામાં ફૂટવર્ક સુદ્ધાં કરી બતાવ્યું હતું. એમની ઉંમર અને હાર્ટ સર્જરીની કોઇ અસર એમના ડાન્સમાં જોવા મળી નહોતી એમ ડેઇલીમેઇલ. કો. યુકે. ડૉટ કોમના એક રિપોર્ટમાં જણાવાયું હતું.
------------
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2LLhW2p
via Latest Gujarati News
0 Comments