મારે જબ્બર પુરુષાર્થ કરવાની તૈયારી રાખવી પડશે

મુંબઇ તા.17 મે 2019 શુક્રવાર

હોનહાર અભિનેતા ટાઇગર શ્રોફે કહ્યું હતું કે સાજિદ નડિયાદવાલાની ફિલ્મમાં રિતિક સર સાથે કામ કરવા માટે મારે જબ્બર પુરુષાર્થ કરવાની તૈયારી રાખવી પડશે.

'હું રિતિક સરને મારા આદર્શ માનું છું. મને જણાવવામાં આવ્યું હતું કે મારે આગામી ફિલ્મમાં એમની સાથે ડાન્સ કરવાનો છે. મારી દ્રષ્ટિએ આ મુદ્દો મારા માટે એેક બહુ મોટી ચેલેંજ છે. રિતિક સર બોલિવૂડના બેસ્ટ ડાન્સર છે. એમની સાથે કદમ મિલાવવાનું મારું ગજું નથી એ હું બરાબર સમજું છું' એમ ટાઇગરે નિખાલસતાથી કહ્યું હતું.  

સાજિદની આ ફિલ્મની અન્ય વિગતો અત્યારે ખાનગી રાખવામાં આવી રહી છે. માત્ર એટલે અણસાર મળ્યો છે કે વાણી કપૂર આ ફિલ્મની હીરોઇન હશે.

ટાઇગરે વધુમાં કહ્યું કે હું રિતિક સરની તમામ બાબતો પર ઝીણી નજર રાખી રહ્યો છું. ડાયલોગ ડિલિવરી, એક્સપ્રેશન, 



from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wa3YLA
via Latest Gujarati News

Post a Comment

0 Comments