લગ્નજીવનના સૌથી સારા સમાચાર હોય છે માતા-પિતા બનવું, જો તમને ખબર પડે કે તમે મા બનવાના છો તો પતિને આ સારા સમાચાર અલગ અંદાજમાં આપો. તેમને એવા ક્લુ આપો કે જેનાથી એમને ખ્યાલ આવી જાય કે તે પપ્પા બનવાના છે.
એક જમાનો હતો કે સ્ત્રીઓ પોતે માતા બનવાની છે એવું જાણે ત્યારે શરમાઈને પોતાના રૂમમાં જતી રહેતી. આજે તો યુવતીઓ અલગ-અલગ રીતે પતિને આ સરપ્રાઈઝ આપે છે. તમે આ ક્ષણને કેવી રીતે યાદગાર બનાવી શકો એ માટે અમે કેટલીક ટિપ્સ આપી છે.

1. ડિનરમાં પતિના ભાવતા ભોજન રાંધો. સાથે ટેબલ પર તમારી પ્લેટની સાથે જ નાના બાળકની એકસ્ટ્રા ડિશ પણ મુકો. એ જોઈને એમને ખ્યાલ આની જશે કે તમે એમને શું મેસેજ આપવા માગો છો.
2. પતિને 'સુન ટૂ બી ડેડી' કે 'Daddy'એવાં લખાણવાળુ ટીશર્ટ આપો. આવા ટી શર્ટ જોઈને તે તમારો મેસેજ સમજી જશે.
3. પતિ સાથે કારમાં બહાજ જવાનું પ્લાન કરો. તમે સીટ પર બેસો તે પહેલાં એની પર બેબી ઓને વોર્ડનું સ્ટિકર લગાવીને એમને સરપ્રાઈઝ આપો. આ વાંચીને એ તમારી વાત સમજી જશે.
4. પોઝિટિવ પ્રેગ્નન્સી અને સોનોગ્રાફીના રિપોર્ટ સાથે નાના બાળકનો ફોટો મુકી, તેને ગિફ્ટ પેક કરીને રેડી રાખો. સવારે પતિની સામે ન્યૂઝ પેપરની સાથે મુકી દો. આ આઇડિયા યાદગાર બની રહેશે.
5. બેડરૂમ ડેકોર કરવાનો છે કહીને નવી વસ્તુઓનું લિસ્ટ પતિને થમાવી દો. જેમાં તમે બાળકોનો સામાન લખી દેવો. તે જ્યારે આ લિસ્ટ વાંચશે ત્યારે ગુડ ન્યૂઝનું સરપ્રાઈઝ મળી જશે.
6. બોલિવૂડની સ્ટાઈલ અપનાવો. પતિ બહારથી ઘરે આવવાના હોય ત્યારે ફોન કરીને કહો કે કંઇક ખાટું લેતા આવે. એ ઘરે આવીને આવી ઇચ્છાનું કારણ પૂછે ત્યારે એમને સરપ્રાઈઝ આપી દો.

7. સાંજે પતિ આવે તે પહેલા બેડરૂમમાં નાના બાળકોના ફોટોઝ કે રમકડાં લાવીને ગોઠવી દો. તેમને કશું ના કહેશો અને રૂમની આવી સજાવટ જોઈને એમને શું લાગે છે તે પૂછો.
8. ઘરના કોમ્પ્યુટર, મોબાઈલ કે લેપટોપની સ્ક્રીન પર બચ્ચાઓના ફોટો મુકીને તમે સરપ્રાઈઝ આપી શકો છો.
9. ડૉક્ટરને મળવા સાથે જાઓ ત્યારે રૂટીન ચેકઅપનું બહાનું કરીને પતિને સાથે લઇ જાઓ. ચેકઅપ વખતે સોનોગ્રાફીનો રિપોર્ટ તેમના હાથમાં આપીને ગુડ ન્યૂઝ આપો.
from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2H6XuVz
via Latest Gujarati News
0 Comments