આપણે ત્યાં વર્ષોથી એવી પરંપરા છે કે લગ્ન કરતાં પહેલા બંનેને અને તેમના પરિવારોને એકબીજાનો સમય મળે તેનું ધ્યાન રાખવામાં આવે છે. આ માટે આપણે ત્યાં સગાઈ અને લગ્ન વચ્ચે પૂરુતો ટાઈમ આપવામાં આવે છે. આ ચલણ થોડા ફેરફાર સાથે નવા યુગમાં ફરી આવ્યું છે અને એને લિવ ઇન રિલેશનશિપ કહે છે.
જો કે આજે પણ ભારતમાં આ સંબંધની વાત આવે ત્યારે એ વિશે મતમતાંતરો જોવા મળે છે. જો કે યુવાપેઢી એને લઇને બહુ પોઝિટીવ બની રહી છે. તેથી જ અહીં એના લાભ અને નુકસાન વિશે વાત કરવામાં આવી છે.

ફાયદા:
- આ રીતે રહેવાથી તમે પાર્ટનરને વધારે સારી રીતે સમજી શકો છો. તેમજ બંને વચ્ચે ના બને તો બ્રેકઅપ કરીને છુટા પડી શકાય છે. જે ડિવોર્સ કરતાં સારું ઓપ્શન છે. બંને વર્કિંગ હોય તો જવાબદારીઓને કેવી રીતે વહેંચી શકાય તે સમજી શકાય.
- આ સિવાય લિવ-ઇન રિલેશનમાં કપલ્સ માતા-પિતાને ઇન્વોલ્વ કરવાને બદલે જાતે પ્રોબ્લેમ સોલ્વ કરે છે. જે તેમની અંડરસ્ટેન્ડિંગ માટે જરૂરી છે.
આ છે નુકસાન:
લિવ ઇન રિલેશનશિપમાં ફિઝિકલ સંબંધ બંધાય અને લગ્ન ના થાય તો બહુ મોટી તકલીફ થઇ જાય છે. બીજું કે સાથે રહી લીધા પછી બંનેમાં એકબીજા વિશે એક્સપ્લોર કરવા માટે કશું વધતુ નથી. તેમજ આ સંબંધમાં ફેલ ગયેલી છોકરીઓને બીજા સાથે સંબંધ બાંધવામાં અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
from Relationship News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YbBIFW
via Latest Gujarati News
0 Comments