ઉત્તર પૂર્વ નાઇજિરિયામાં બોકો હરામની ચુંગાલમાંથી 900 બાળકોને મુક્ત કરાવાયા


યુનિસેફના જણાવ્યા અનુસાર આ સાથે જે અત્યાર સુધીમાં કુલ 1727 બાળકોને છોડાવવામાં આવ્યા

(પીટીઆઇ) મેદુગુરી(નાઇજિરિયા), તા.12 મે, 2019, રવિવાર

ઉત્તર પૂર્વ નાઇજિરિયામાં સરકાર સમર્થક દળોેએ બોકો હરામના આતંકીઓ સામે લડીને અંદાજે ૯૦૦ બાળકોને તેમના કબજામાંથી મુક્ત કરાવ્યા છે તેમ યુનએ એક નિવેદનમાં જણાવ્યું છે. 

૧૦૬ બાળકીઓ સહિત ૮૯૪ બાળકોને સરકાર સમર્થિત સિવિલિયન જોઇન્ટ ટાસ્ક ફોર્સ(સીજેઆઇએફ) દ્વારા છોડાવવામાં આવ્યા છે.  યુએનની બાળકોની એજન્સી યુનિસેફે એક નિવેદનમાં જણાવ્યું છે કે  ઉત્તર પૂર્વ નાઇજિરિયામાં આવેલા મેૈદુગુરીમાં સીજેટીએફના પ્રયત્નોને કારણે ૮૯૪ બાળકોને મુક્તિ મળી છે. 

યુનિસેફના જણાવ્યા અનુસાર આ સાથે જે અત્યાર સુધીમાં કુલ ૧૭૨૭ બાળકોને છોડાવવામાં આવ્યા છે. જો કે હજુ સુધી સ્પષ્ટ સુધી થયું નથી કે બોકો હરામના કબજામાં હજુ પણ કેટલા બાળકો છે. 

નાઇજિરિયામાં યુનિસેફના વડા મોહમદ ફેલના જણાવ્યા અનુસાર બાળકોના અધિકાર માટે કાર્ય કરતા સંગઠનને પ્રોત્સાહન પુરુ પાડવાની જરૃર છે. 

મુકત થયેલા બાળકો સમાજના મુખ્ય પ્રવાહ સાથે ભળે તે માટે તેમને રિઇન્ટેગ્રેશન કાર્યક્રમમાં મોકલવામાં આવશે. આ કાર્યક્રમમાં તેમને શિક્ષણની સાથે સમાજના મુખ્ય પ્રવાહ સાથે ભેળવવાની તાલીમ આપવામાં આવશે. નાઇજિરિયાના આતંકી સંગઠનોની ચુંગાલમાંથી દરેક બાળકને મુક્ત કરાવવામાં નહીં આવે ત્યાં સુધી અમે અમારી લડાઇ ચાલી રાખીશું.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2E5NoCx
via Latest Gujarati News

Post a Comment

0 Comments