ભોપાલ, તા. 20 મે 2019
મધ્યપ્રદેશમા ભાજપ દ્વારા રાજ્યપાલ આનંદીબેન પટેલને પત્ર લખીને દાવો કરવામા આવ્યો છે કે, કમલનાથના નેતૃત્વવાળી કોંગ્રેસ સરકાર લઘુમતીમાં છે. વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવીને શક્તિ પ્રદર્શન કરવાની માગ કરી છે.
આ મુદ્દા પર વાત કરતા ભાજપના નેતા ગોપાલ ભાર્ગવે એક ન્યુઝ એજન્સીને કહ્યું કે, અમે પત્ર લખીને વિધાનસભા સત્ર બોલાવવાની માગ કરી છે કારણ કે, અહીંયા ઘણા મહત્વના મુદ્દાઓ છે. મધ્યપ્રદેશની કોંગ્રેસ સરકાર આપોઆપ પડી ભાગવાની છે. મને ખરીદ-વેચાણમાં વિશ્વાસ નથી પરંતુ મને લાગી રહ્યું છે કે એમનો સમય આવી ગયો છે અને એ બહુ જલ્દી જ જતી રહેશે.
એગ્ઝિટપોલ આવ્યાના બીજા દિવસ બાદ ભાજપે આવી માગ કરી છે. મોટાભાગના એગ્ઝિટપોલમા ભાજપની જીતનું અનુમાન કરવામા આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ગયા વર્ષની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ સપા અને બસપાની મદદથી સામાન્ય બહુમતી સાથે સત્તામાં આવી હતી.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Jumo3W
via Latest Gujarati News
0 Comments