
નવી દિલ્હી, તા. 20 મે 2019, સોમવાર
લોકસભાની ચૂંટણીના સાત તબક્કામાં મતદાન દરમિયાન પોતાની પાર્ટીના કાર્યકર્તા પર થયેલી હિંસાની ફરિયાદ કરવા ભાજપ ચૂંટણીપંચની મુલાકાત કરી. આ સિવાય તેમણે પ. બંગાળ સહિતના કેટલાંક મતવિસ્તારોમાં ફરીથી મતદાન કરવાની માંગ કરી છે. કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલે કહ્યું કે, ચૂંટણીપંચને હિંસાની વિસ્તૃત જાણકારી આપવામાં આવી છે.
તેમણે કહ્યું કે, અમે ચૂંટણીપંચને અમારા કાર્યકર્તાઓ પર થયેલી હિંસાની વિસ્તૃત જાણકારી આપી છે. અણે તે વિસ્તારમાં ફરીથી મતદાનની માંગ કરી છે, જ્યાં સાતમાં અને પ્રથમ તબક્કામાં અને ખાસ કરીને બંગાળમાં હિંસા થઇ છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WVI8bJ
via Latest Gujarati News
0 Comments