
નવી દિલ્હી, તા. 20 મે 2019, સોમવાર
પાકિસ્તાનમાં આર્થિક સંકડ વધી રહ્યું છે. જેના કારણે ખાવા-પીવાની અને રોજબરોજની વસ્તુઓ ખુબ જ મોંઘી થઇ રહી છે. રમઝાન માસ ચાલી રહ્યો હોવા છતાં પાકિસ્તાન સરકાર લોકોને સસ્ત ચીજવસ્તુઓ આપી શકતી નથી. અહીં દુધ 190 રૂપિયા પ્રતિલીટર છે. જ્યારે સફરજન 400 રૂપીયા કિલ્લો, સંતરા 360 રૂપિયા કિલ્લો અને કેળા 15 રૂપીયા ડઝનના ભાવે વેચાય રહ્યા છે. એટલું જ નહી અહીં મટનનો ભાવ 1100 રૂપીયા કિલ્લો થયો છે.
માર્ચ મહીનાની સરખામણીએ મે મહિનામાં ડુંગળી 40%, ટમેટા 19% અને મગની દાળ 13% વધારે કિંમત પર વેચાય રહી છે. જ્યારે ખાંડ, ગોળ, મસાલા, ઘી, માછલી, ચોખા, લોટ, તેલ, ચા અને ઘઉંની કિંમત 10% સુધી વધી ગઇ છે.
પાકિસ્તાનનું શેર માર્કેટ પણ ખરાબ ચાલી રહ્યું છે. શેર બજાર છેલ્લા 17 વર્ષમાં સૌથી ખરાબ સ્થિતીમાં છે. પાકિસ્તાનનો રૂપિયાની એશિયામાં સૌથી ખરાબ સ્થિતી છે. પાકિસ્તાની રૂપિયો મે મહિનામાં 29% નબળો પડ્યો છે. એક ડોલરની કિંમત લગભગ 150 પાકિસ્તાની રૂપિયા થઇ ગઇ છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JPpVsQ
via Latest Gujarati News
0 Comments