કલકત્તા, તા. 20 મે 2019 સોમવાર
પશ્ચિમ બંગાળના આસનસોલથી ભાજપ સાંસદ બાબુલ સુપ્રિયોએ સોમવારે પોતાના ટ્વીટર એકાઉન્ટ પર એક તસવીર શેર કરી, જેમાં તેમણે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યુ, આ તસવીરમાં લખ્યુ હતુ આયેગા તો રાહુલ ગાંધી હી. સાથે આ ફોટામાં નીચેની તરફ લખ્યુ છે થાઈલેન્ડ ટુરિઝમ.
આ પ્રકારે તેમણે એક્ઝિટ પોલના આંકડામાં કોંગ્રેસને લોકસભા ચૂંટણીમાં ભારે નુકસાન થવાની ચર્ચાને લઈને આ પ્રતિક્રિયા આપી છે.
બાબુલ સુપ્રિયોએ ટ્વીટરમાં તસવીરને શેર કરતા ટાઈટલ લખ્યુ કે આમાં મદદ કરી નહીં શકુ પરંતુ શેર કરી દીધુ છે. જેણે પણ આ બનાવ્યુ છે તે એક પ્રતિભાશાળી વ્યક્તિ છે.
ઉલ્લેખનીય છે કે ભાજપ સાંસદે 16મેએ વિપક્ષી મહાગઠબંધનને મહાઠગબંધન કરાર દીધી હતી. સુપ્રિયોએ ટ્વીટ કરી કહ્યુ હતુ. ભારતના લોકો મહાઠગબંધનને ક્યારેય પણ મત આપશે નહીં કેમ કે આ લોકો હંમેશા ખુદને રાજકારણથી ઉપર રાખે છે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/30y2xWv
via Latest Gujarati News
0 Comments