કેરળના લોકો શિક્ષિત હોવાથી અહીં ભાજપ નથી જીત શકતી એકપણ સીટ: ઉદિત રાજ


નવી દિલ્હી, તા. 20 મે 2019, સોમવાર

કોંગ્રેસ નેતા ઉદિત રાજે એક્ઝિટ પોલ બાદ ભાજપ પર નિશાન સાધતા ટ્વીટ કરીને કહ્યું કે, કેરળમાં આજ સુધી ભાજપ એકપણ સીટ નથી જીત શકી કારણ કે ત્યાં શિક્ષિત લોકો રહે છે. તેમણે કહ્યું, ટીવી સર્વેમાં ભાજપને જીત મળી રહી છે જેથી વિપક્ષ વિખેરાય જાય અને EVMનો ખેલ કરી શકાય.

તેમણે ટ્વીટમાં લખ્યું કે, કેરળમાં ભાજપ આજ સુધી 1 પણ સીટ નથી જીતી શકી, જાણો છો શા માટે? કારણ કે ત્યાં લોકો શિક્ષિત છે, અંધભક્ત નથી. અન્ય એક ટ્વીટમાં તેમણે લખ્યું કે, ટીવી સર્વે ભાજપને જીતાડી રહ્યું છે જેથી વિપક્ષ નિરાશ થઇ જાય અને એક જુટ થવાનો પ્રયાસ કરે નહી. એક કારણ તે પણ હોય શકે છે કે, EVMનો ખેલ કરી શકાય.

ઉલ્લેખનિય છે કે, ઉદિત રાજ પહેલા ભાજપમાં હતા, જ્યારે તેમને પાર્ટીએ ઉત્તર-પશ્ચિમ દિલ્હીથી ટીકીટ આપી નહી તો તેઓ કોંગ્રેસમાં જોડાયા.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2YBREBp
via Latest Gujarati News

Post a Comment

0 Comments