ઐશ્વર્યા રાય પર મીમી શેર કરીને વિવેક ઓબેરોય ફસાયા


નવી દિલ્હી, તા. 20 મે 2019, સોમવાર

લોકસભાની ચૂંટણીના એક્ઝિટ પોલનું એક મેમે સોશિયલ મીડિયા પર શેર કરીને અભિનેતા વિવેક ઓબેરોય ફસાયા છે. સોશિયલ મીડિયામાં તેમની પોસ્ટ પર તીખી પ્રતિક્રિયા આવી રહી છે. ટ્વીટ કરીને અન્ય ચાર લોકોના અંગત જીવનની મજાક માટે વિવેક ઓબેરોય ટ્રોલ થઇ રહ્યાં છે.

વિવેક ઓબેરોયની આ પોસ્ટ બાદ મહારાષ્ટ્ર મહિલા આયોગે અભિનેતા વિવેક ઓબેરોયના નામે નોટિસ મોકલી છે. વિવેક ઓબેરોયની પોસ્ટ સોશિયલ મીડિયા ઝડપથી વાયરલ થઇ રહી છે જે બાદ તેમની મુસીબત વધી ગઇ છે. મહારાષ્ટ્ર મહિલા આયોગે વિવેક ઓબેરોયને કાનુની નોટિસ મોકલી છે, હવે તેમના વિરુદ્ધ કાર્યવાહી પણ થઇ શકે છે.


from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2HDebaf
via Latest Gujarati News

Post a Comment

0 Comments