અમૂલ દુધના ભાવમાં 2 રૂપિયાનો વધારો, 21મી મેથી થશે લાગૂ


નવી દિલ્હી, તા. 20 મે 2019, સોમવાર

અમૂલ દુધના ભાવોમાં બે રૂપિયા પ્રતિ લીટરનો વધારો થયો છે. દુધના આ નવા ભાવ 21 મેથી લાગૂ થશે. અમૂલનું ટોડ મિલ્કનું 500 MLનું પેક જે 21 રૂપિયામાં મળતું હતું તે હવે 22 રૂપિયામાં મળશે. જ્યારે અમૂલ કુલ ક્રિમ 500 ML પેકની કિંમત 28 રૂપિયા થઇ ગઇ છે.

હાલમાં જ અમૂલ ડેરીએ દુધની ખરીદ કિંમત વધારી હતી. અમૂલે ભેંસના દુધનો એક કિલો ફેટનો ભાવ 10 રૂપિયા વધાર્યો હતો, જ્યારે ગાયના દુધમાં એક કિલો ફેટનો ભાવ 4.5 રૂપિયા વધાર્યો હતો. કંપનીનું કહેવું હતું કે, દુધની ખરીદ કિંમતમાં વધારાથી સાત લાખ પશુપાલકોને ફાયદો મળશે. પશુપાલકોને આ વધારો કરાયેલ ભાવ 11 મેથી મળવાનો શરૂ થઇ ગયો હતો.


from Business News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MatQn1
via Latest Gujarati News

Post a Comment

0 Comments