
નવી દિલ્હી, તા. 20 મે 2019, સોમવાર
આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી એન. ચંદ્રાબાબૂ નાયડૂએ જીતનો વિશ્વાસ વ્યક્ત કરતા કહ્યું કે, તેલુગુ દેશમ પાર્ટી ચૂંટણી જીતશે. જો કે તેમણે કઇ ચૂંટણી જીતશે તે સ્પષ્ટ નહોતું કર્યું કારણ કે, તેમના રાજ્યમાં લોકસભાની ચૂંટણીની સાથે સાથે વિધાનસભાની ચૂંટણી પણ યોજાય છે.
તેમણે કહ્યું કે, મને 1000 ટકા વિશ્વાસ છે કે TDP ચૂંટણી જીતશે. મને 0.1% પણ શંકા નથી. અમે જીતી રહ્યાં છીએ. સાથે જ તેમણે આરોપ લગાવ્યો કે, EVMની ખરાબી અને છેડછાડની અફવા શંકા પેદા કરી છે. મતગણતરીની પ્રક્રિયામાં ઘણી અડચણો છે જેને દૂર કરવા ચૂંટણીપંચે પગલા ભરવા જોઇએ. EVMને લઇને ઘણી અફવઓ છે કે પ્રિંટર સાથે છેડછાડ કરવામાં આવી શકે છે અને કંટ્રોલ પેનલને બદલી શકાય છે. ચૂંટણીપંચે જ આ શંકાઓને જગ્યા આપી છે.
from Top Stories News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JQEoof
via Latest Gujarati News
0 Comments