ગરમીના દિવસોમાં ફૂટવેરનું રાખો ખાસ ધ્યાન


અમદાવાદ, 30 મે 2019, ગુરુવાર

શિયાળો હોય, ચોમાસુ હોય તે ઉનાળો આપણે સૌને ઓફિસ, આઉટિંગ અને પાર્ટીમાં તો જવાનું થાય જ છે. ઉનાળામાં પોતાના લુકને મેઈનટેન કરવા સાથે ગરમીથી પણ બચવું પડે છે. ઉનાળો આવે એટલે ઓફિસ હોય, પાર્ટી હોય તે કોલેજ લોકો ડાર્ક કપડા પહેરવા કરતાં લાઈટ કલરના અને ગરમી ન થાય તેવા ફેબ્રિકમાંથી બનેલા કપડા પહેરવાનું પસંદ કરે છે. કપડાની સાથે ઉનાળામાં ફૂટવેરની પસંદગી પણ સમજી વિચારીને કરવી જોઈએ. તો ચાલો આજે જાણો ઉનાળામાં કેવા ફૂટવેર પસંદ કરવા જોઈએ.

સેંડલ, બેલી - લેધર શૂઝથી લઈ અનેક ડિઝાઈનના સેંડલ અને બેલીઝ માર્કેટમાં ઉપલબ્ધ હોય છે. 300થી 4000 સુધીમાં તમને ફૂટવેર મળતા થયા છે. ઉપરાંત તેમાં કલરના પણ અઢળક વિકલ્પ તમને મળશે. 

જૂટ ચપ્પલ- ઉનાળામાં જૂટમાંથી બનેલા ચપ્પલ પણ સારો વિકલ્પ છે. પોતાના ડ્રેસને મેચ થતા હોય તેવા ચપ્પલ ઉપરાંત કોટનની બેલ્ટવાળી ચપ્પલ પણ તમે લઈ શકો છો. આ પ્રકારના ચપ્પલ માર્કેટમાં તમને 200 રૂપિયા સુધીમાં મળી રહે છે. 

સમર બૂટ્સ- બૂટ માત્ર શિયાળામાં પહેરી શકાય છે તેવું નથી. ઉનાળા માટે પણ કંપનીઓ માર્કેટમાં ખાસ પ્રકારના બૂટ લાવે છે. આ બૂટમાં પણ તમને અનેક વેરાયટી મળી રહે છે. સમર બૂટમાં એવી ડિઝાઈન્સ આવે છે જેનાથી ગરમી ન લાગે. જીન્સ, લોન્ગ સ્કર્ટ સાથે હીલવાળા શૂઝ બેસ્ટ ઓપ્શન બની રહેશે. 





from Lifestyle fashion News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QzX4dp
via Latest Gujarati News

Post a Comment

0 Comments