વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન WHOએ બર્ન આઉટ એટલે કે ઓફિસમાં કામના પ્રેશરથી લાગતા થાકને મેડિકલ કન્ડિશન ગણાવ્યું છે. તેણે પોતાના ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસીસ (ICD) ની લિસ્ટમાં આને સ્થાન આપ્યું છે. આ લિસ્ટમાં શામેલ થયા પછી બર્ન આઉટને પણ બીમારીઓમાં સ્થાન આપવામાં આવ્યું અને તેના નિદાન પર ધ્યાન આપવાનું કહેવામાં આવ્યું છે.
WHO સમયાંતરે દુનિયાના હેલ્થ એક્સપર્ટની મદદથી મેડિકલ કન્ડિશન પર રિસર્ચ કરીને ઇન્ટરેશનલ ક્લાસિફિકેશન ઓફ ડીસીસની લિસ્ટને અપડેટ કરે છે. વર્ષ ૨૦૧૮માં WHOએ આઈસીડીની બનાવી હતી જેમાં આ વખતે બર્ન આઉટની સમસ્યાનો સમાવેશ કરવામાં આવ્યો હતો. જિનિવાની વર્લ્ડ હેલ્થ એસેમ્બલીએ અધિકૃત રીતે બર્ન આઉટ ફીલ કરવાની સ્થિતિને બીમારી માની છે.
વર્કલોડ પ્રેશરનું કારણ
WHOએ બર્ન આઉટની વ્યાખ્યા આપતાં કહ્યું કે આ એક એવો સિન્ડ્રોમ છે જે વર્કપ્લેસ પર થતાં ક્રોનિક સ્ટ્રેસ એટલે કે કામના વધારે ભારણને કારણે થાય છે. જો તેને સરખી રીતે મેનેજ ના કરવામાં આવે તો વ્યક્તિ બર્ન આઉટ સ્થિતિમાં પહોંચી જાય છે. આ સિન્ડ્રોમનો ત્રણ પાસાઓમાં અભ્યાસ કરી શકાય છે.
- એનર્જીની બહુ કમી અને થાકનો અહેસાસ
- પ્રોફેશનલ ક્ષમતા અને ગુણમાં કમી આવવી
- કામ પ્રત્યે મનમાં નકારાત્મક ભાવ આવવો
૪૦ ટકા લોકો કરી રહ્યાં છે આ સમસ્યાનો સામનો
WHOની ડિસીસ લિસ્ટમાં લેટેસ્ટ અપડેટ મુજબ બર્ન આઉટ માત્ર કામ અને વ્યાવસાયિક કોન્ટેસ્ટમાં બીમારી તરીકે ઓળખાતી ઘટના છે અને આને જીવનના કોઇ અનુભવને વ્યાખ્યાયિત કરીને ના જોવી જોઈએ. દુનિયાના લાખો લોકો પોતાના કામના હેક્ટિક શિડ્યૂલને લીધે હદથી વધારે થાકી જાય છે. એક હજાર લોકો પર થયેલા સર્વેમાં આ વાત સામે આવી છે કે આશરે ૪૦ ટકા લોકો અઠવાડિયામાં ૩ વાર કાર્યસ્થળે તણાવ કે સ્ટ્રેસ ફીલ કરે છે.
સમજો બર્ન આઉટના ચિહ્નોને
- અપૂરતી ઉંઘ અને સવારે ઉઠીએ ત્યારે થાક ફીલ થવો
- મોટીવેશનની કમી ફીલ થવી અને કામમાં કોન્સનટ્રેટ કરવામાં તકલીફ થવી
- કાર્યસ્થળે નાની નાની વાતમાં ગુસ્સે થવું અને કોન્ફ્લિક્ટની સ્થિતિ થવી
- મિત્રો અને પરિવાર સાથે ઇમોશનલી દૂર થઇ જાય
આ પહેલા આઈસીડી (ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન ઓફ ડિસિસસ)માં વીડિયો ગેમિંગ અને કમ્પલ્સિવ સેક્સુઅલ બિહેવિયરને પણ માનસિક બીમારીની યાદીમાં સ્થાન આપવામાં આવ્યું હતું.
from Health News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KdmQmu
via Latest Gujarati News
0 Comments