નવી દિલ્હી/ મુંબઇ તા.30 મે 2019 ગુરૂવાર
તાજેતરની લોકસભાની ચૂંટણીમાં ચૂંટાયેલી અભિનેત્રી મીમી ચક્રવર્તીએ એને ટ્રોલ કરનારા લોકો પર વરસતાં એવી ટીકા કરી હતી કે તમને લોકોને બીજો કોઇ કામધંધો છે કે નહીં ?
બન્યું એવું કે આ નવી ચૂંટાયેલી સંસદ સભ્ય વેસ્ટર્ન વસ્ત્રોમાં સંસદ ભવન તરફ જવા નીકળી હતી. સંસદ ભવનની બહાર એણે સેલ્ફી લઇને સોશ્યલ મિડિયા પર મૂકી હતી. એને એમ હતું કે બધાં મને બિરદાવશે. પરંતુ એને પાશ્ચાત્ય પોષાકમાં સંસદ ભવનની બહાર જોઇને ઘણા બધા લોકોએ એને ટ્રોલ કરી હતી.
એથી મીમી ઉશ્કેરાઇ ગઇ હતી અને એણે વળતો પ્રહાર કરતાં સોશ્યલ મિડિય પર લખ્યું હતું કે તમને બીજાઓની ટીકા કરવા સિવાય અને ટ્રોલ કરવા સિવાય બીજો કોઇ કામધંધો છે કે નહીં ?
ત્યારબાદ મિડિયા સાથે વાત કરતાં મીમીએ કહ્યંુ કે માત્ર પોષાકના કારણે કોઇ મહિલાને ટ્રોલ કરવામાં આવે તો મહિલા સશક્તિકરણની વાતો નર્યો દંભ ગણાય. આ પ્રકારનું ટ્રોલિંગ યોગ્ય નથી. કોણે કયો પોષાક ક્યાં પહેરવો એ દરેકની વ્યક્તિગત બાબત છે. સંસદમાં વેસ્ટર્ન પોષાક પહેરીને ન જવું એવો કોઇ નિયમ છે કે ?
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wefer3
via Latest Gujarati News
0 Comments