તનુજાને ડાઇવર્ટિક્યુલિટીસ થયો છે

મુંબઇ તા.30 મે 2019 ગુરૂવાર

મોખરાની અભિનેત્રી કાજોલના સસરા અને બોલિવૂડના સિનિયર સ્ટંટ ડાયરેક્ટર વીરુ દેવગણના અવસાનના સમાચાર તાજા છે ત્યાં કાજોલની માતા અને વીતેલા દાયકાની મોખરાની અભિનેત્રી તનુજાને હૉસ્પિટલમાં દાખલ કરવી પડી હોવાની માહિતી મળી હતી.

જાણકાર સૂત્રોએ કહ્યું કે તનુજાને ડાઇવર્ટિક્યુલિટીસ નામની બીમારી થઇ છે અને એને માટે ઓપરેશન કરવું અનિવાર્ય છે. વધુ પડતા મેદસ્વીપણાને કારણે, વૃદ્ધાવસ્થાને કારણે અને વધુ પડતંુ ધૂમ્રપાન કરવાને કારણે જઠરની બાજુમાં આવેલા કોલોન નામના અવયવની આસપાસ તેમજ પાચનતંત્રના અવયવોના પાઉચમાં સોજો ચડી જાય છે જેને કારણે અસહ્ય પીડા થવા માંડે છે. આ બીમારીને ડાઇવર્ટિક્યુલિટીસ કહે છે. એમાં બીજાં પણ કોમ્પ્લીકેશન્સ થઇ શકે છે. એને માટે સર્જરી અનિવાર્ય ગણાય છે. તનુજાને સ્મોકિંગની ટેવ હતી જે અત્યારે પાકટ અવસ્થાએ એને નડી રહી છે.

૧૯૬૦ અને '૭૦ના દાયકામાં તનુજાએ કેટલીક હિટ ફિલ્મોમાં કામ કર્યું હતું જેમાં દેવ આનંદ સાથે જ્વેલ થીફ, જિતેન્દ્ર સાથે જીને કી રાહ,  રાજેશ ખન્ના સાથે હાથી મેરે સાથી વગેરે ફિલ્મોનો સમાવેશ થયો હતો. 




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QxewPC
via Latest Gujarati News

Post a Comment

0 Comments