મારી બહેન અંશુલાને કારણે મારાં લગ્ન અટક્યાં નથી

મુંબઇ તા.30 મે 2019 ગુરૂવાર

 હોનહાર અભિનેતા અર્જુન કપૂરે એવી સ્પષ્ટતા કરી હતી કે મારી બહેન અંશુલાનાં લગ્નને મારાં લગ્ન સાથે કશી લેવાદેવા નથી. એને આ બાબતમાં વચ્ચે ઘસડતા નહીં, પ્લીઝ ...

છેલ્લા થોડા મહિનાથી અર્જુન કપૂર અને મોખરાની મોડેલ કમ ડાન્સર મલૈકા અરોરા સાથે ફરતાં દેખાય છે અને તાજેતરમાં તો અર્જુને મલૈકા સાથે નિકટનો સંબંધ હોવાનો જાહેરમાં એકરાર કર્યો હતો.

 એ દરમિયાન મિડિયાના એક અંશમાં એવી વાત વહેતી થઇ હતી કે અર્જુન કપૂરની સગ્ગી બહેન અંશુલા અર્જુન કરતાં મોટી છે. એનાં લગ્ન ન થાય ત્યાં સુધી અર્જુન લગ્ન નહીં કરી શકે. મોટી બહેન બાકી હોય અને નાનો ભાઇ પરણી જાય તો મોટી બહેનના ભાવિને અસર થઇ શકે.

અર્જુને આ વાતને રદિયો આપતાં કહ્યું હતું કે મારાં લગ્નને મારી બહેન અંશુલાનાં લગ્ન સાથે કસી લેવાદેવા નથી. અમે બધા આવી વાતો પર વિશ્વાસ રાખતાં નથી. દરેક ઘટનાનો એક સમય હોય છે. સમય પાકે ત્યારે આપોઆપ જે તે ઘટના બની રહે છે. મારે તમને એટલીજ વિનંતી કરવી છે કે મારાં લગ્નની વાતમાં મારી બહેનને વચ્ચે ના લાવો, પ્લીઝ ! 




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2MfqWx9
via Latest Gujarati News

Post a Comment

0 Comments