સોનાલી બેન્દ્રેેએ હેરસ્ટાઇલ કરાવી

મુંબઇ તા.30 મે 2019 ગુરૂવાર

તાજેતરમાં અમેરિકામાં કેન્સરની સારવાર કરાવીને પાછી ફરેલી અભિનેત્રી સોનાલી બેન્દ્રેએ જાપાનથી આવેલા એક હેર સ્ટાઇલિસ્ટ પાસે પોતાની વીગનું મેક ઓવર કરાવ્યું હતું.

સોનાલીએ કહ્યું કે હું ન્યૂયોર્કમાં સારવાર હેઠળ હતી ત્યારે આ જાપાની હેર સ્ટાઇલિસ્ટ તોમોરોકાવા સાથે થઇ હતી. અમારી વચ્ચે ટૂંકા સમયગાળામાં સારી દોસ્તી સ્થપાઇ ગઇ હતી. એ જ્યારે કોઇના વાળ પર પોતાનાં ઓજારો ચલાવે ત્યારે હું જોતી રહી જાઉં છું. એ એવી ખૂબીપૂર્વક કૈંચી ચલાવે છે કે તમે મુગ્ધ થઇ જાઓ. એ બે હાથે બે જુદી જુદી કૈંચી ચલાવે છે. આ એક વિશિષ્ટ કલા છે.

તાજેતરમાં આ કલાકાર ભારતની મુલાકાતે આવ્યા અને મને જાણ થઇ ત્યારે મેં એમને વિનંતી કરી હતી કે મુંબઇની મુલાકાતે આવવાના હો તો મને થોડો સમય ફાળવજો. એમણે મારી વિનંતી સ્વીકારી એ માટે હું તેમની આભારી છું... એમ સોનાલીએ કહ્યંુ હતું. 

કેન્સરની સારવાર દરમિયાન સોનાલી સતત પોઝિટિવ રહી હતી અને માથાના વાળ ઊતરી જવાના છે એની જાણ હોવાથી એણે પોતાના વ્યક્તિત્વને અનુરૃપ એક સરસ વીગ પસંદ કરીને ખરીદી રાખી હતી. એને તાજેતરમાં મેક ઓવર કરાવી હતી. હવે એને જોનારા કોઇ માની શકતા નથી કે એ કેન્સર જેવી બીમારીનો સામનો કરીને ઊગરી ગઇ છે.  




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2WriKxK
via Latest Gujarati News

Post a Comment

0 Comments