મારે તો એને ઘોડે ચડતો જોવો છે. એ માને ત્યારે ને..

મુંબઇ તા.30 મે 2019 ગુરૂવાર

ડઝનબંધ હિટ કોમેડી ફિલ્મો આપનારા સિનિયર ફિલ્મ સર્જક ડેવિડ ધવને કહ્યું હતું કે મારે તો વરુણને પરણતો જોવો છે. હું અને મારાં પત્ની બંને એનાં લગ્નની વાટ જોઇએ છીએ. પરંતુ એ માને ત્યારે વાત આગળ વધે ને...!

વરુણ પોતાના બાળપણની ફ્રેન્ડ નતાસા દલાલને ચાહે છે અને છેલ્લાં ઘણાં વરસોથી બંને એકમેકની નિકટ છે એ હકીકત બંને પરિવારના વડીલો પણ જાણે છે. 

તાજેતરમાં ખુદ વરુણે કહ્યું હતું કે હાલ મારું ધ્યાન મારી કારકિર્દી પર છે એટલે હું હાલ લગ્નનો વિચાર કરતો નથી. અલબત્ત, લગ્ન તો નતાશા સાથેજ કરવાનો છું પરંતુ હાલ એ દિશામાં હું વિચારતો નથી. નતાશા પણ મારા વિચારો જાણે છે. અમે પરણવાના થઇશું ત્યારે તમને (મિડિયાને ) જરૃર જણાવીશું.

ડેવિડે કહ્યું કે વરુણ ઓચિંતો જાહેર કરી દે કે મારે લગ્ન કરવાં છે તો અમારે દોડાદોડ કરી મૂકવી પડશે. એ ક્યારે જાહેર કરે છે એની અમે પ્રતીક્ષા કરી રહ્યાં છીએ. 




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QvJqrM
via Latest Gujarati News

Post a Comment

0 Comments