નવી દિલ્હી, 30 મે 2019, ગુરુવાર
આજથી આઈસીસી વર્લ્ડ કપ 2019નો પ્રારંભ થયો છે. ગુરુવાર અને 30 મેના રોજ પહેલો મેચ ઈંગ્લેંડ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાશે. આ મેચ સાથે જ વિશ્વભરમાં ક્રિકેટ ફીવર છવાઈ જશે. દુનિયાભરના ક્રિકેટ પ્રેમી ક્રિકેટના રંગે રંગાઈ જશે તેવામાં સર્ચ ઈંજન ગૂગલ પણ ક્રિકેટના રંગે રંગાયેલું જોવા મળે છે. ક્રિકેટના આ મહાકુંભના પ્રારંભે ગૂગલએ ખાસ ડૂડલ બનાવ્યું છે.
આ ખાસ ડૂડલમાં સ્ટંપ અને બોલની મદદથી ગૂગલ લખવામાં આવ્યું છે. આ ડૂડલનું બેકગ્રાઉંડ બ્લેક છે અને તેમાં બોલર બોલ ફેંકતો, બેટ્સમેન બોલને ફટકારતો અને ફિલ્ડર બોલને કેચ કરતો જોવા મળે છે. આ ડૂડલ પર ક્લિક કરવાથી વર્લ્ડ કપના મેચોની જાણકારી પણ જોવા મળશે. સાથે જ મેચ અને સ્કોર અને ટીમ અંગે જરૂરી જાણકારી પણ અહીં જોવા મળશે. વર્લ્ડ કપમાં ભારતનો પહેલો મેચ 5 જૂને યોજાશે જે દક્ષિણ આફ્રિકા સામે હશે.
વર્લ્ડ કપ 2019ની ટીમ
વિરાટ કોહલી ( કેપ્ટન ), રોહિત શર્મા ( વાઈસ કેપ્ટન ), શિખર ધવન, કેએલ રાહુલ, વિજય શંકર, એમએસ ધોની ( વિકેટકિપર ), કેદાર જાધવ, દિનેશ કાર્તિક, યુજવેંદ્ર ચહલ, કુલદીપ યાદવ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, હાર્દિક પંડ્યા, મો.શમી, રવીંદ્ર જાડેજા
ટીમ ઈન્ડિયાના મેચ
1. ભારત અને સાઉથ આફ્રિકા- 5 જૂન, સાઉથેમ્પ્ટન
2. ભારત અને ઓસ્ટ્રેલિયા - 9 જૂન, ધ ઓવલ
3. ભારત અને ન્યૂઝીલેન્ડ - 13 જૂન, ટ્રેંટ બ્રિજ
4. ભારત અને પાકિસ્તાન - 16 જૂન, ઓલ્ડ ટ્રૈફર્ડ
5. ભારત અને અફઘાનિસ્તાન - 22 જૂન સાઉથેમ્પ્ટન
6. ભારત અને વેસ્ટ ઈંડીઝ- 27 જૂન, ઓલ્ડ ટ્રૈફર્ડ
7. ભારત અને ઈંગ્લેંડ - 30 જૂન, એજબેસ્ટન
8. ભારત અને બાંગ્લાદેશ - 2 જુલાઈ, એજબેસ્ટન
9. ભારત અને શ્રીલંકા - 6 જુલાઈ, લીડ્સ
from Science technology News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2QxcE9t
via Latest Gujarati News
0 Comments