દાદાના સ્વર્ગવાસની પૌત્રીને કોઇ અસર નથી ?

મુંબઇ તા.30 મે 2019 ગુરૂવાર

બોલિનવૂડના મોખરાના અભિનેતા ફિલ્મ સર્જક અજય દેવગણના પિતા અને બોલિવૂડના સિનિયર સ્ટંટ ડાયરેક્ટર વીરુ દેવગણનું બે દિવસ પહેલાં અવસાન થયું ત્યારે અજયની પુત્રી નીશા વાંદરા ઉપનગરમાં પોતાની ફ્રેન્ડ્સ સાથે એક સલૂનમાં મેકઓવર કરાવતી નજરે પડતાં ઘણાને આઘાત લાગ્યો હતો.

નીસા એક સલૂનની બહાર આવી રહી હતી અને ખુશમિજાજમાં પોતાની ફ્રેન્ડ્સ સામે મલકી રહી હતી ત્યારે પાપારાઝી ફોટોગ્રાફર્સે એને ક્લીક કરી લીધી હતી. માત્ર ચોવીસ કલાક પહેલાં એના દાદાનો સ્વર્ગવાસ થયો હતો પરંતુ નીસાનાં વાણી-વર્તનમાં એનો જરાય અફસોસ નજરે પડયો નહોતો. સોશ્યલ મિડિયા પર એની તસવીરો વાઇરલ થતાં એને ટ્રોલ કરવામાં આવી હતી.

અગાઉ પણ નીસા આ રીતે ટ્રોલ થઇ ચૂકી છે. અજયે ત્યારે મિડિયા પર એવી વિનંતી કરી હતી કે પ્લીઝ મારાં સંતાનોને ટ્રોલ કરવાનું રહેવા દો. મને જે કહેવું હોય તે કહો. દેખીતી રીતેજ નીસા એના પિતાની ખૂબ નિકટ છે.

અજયે ક્હ્યું હતું કે હું અને કાજોલ પબ્લિક ફિગર છીએ, અમે અભિનય ક્ષેત્રે છીએ. અમને જજ કરો અને અમારા વિશે જે લખવું હોય તે લખો. અમારાં સંતાનોને બાકાત રાખો. તમે એમની તરફ અમારે કારણે જુઓ છો. અમારાં સંતાન છે માટે સેલેબ્રિટીઝનાં સંતાનો તરીકે તમે એમને જુઓ છો. પરંતુ એમને જજ ન કરો. હજુ એ લોકો નાનાં છે.

પરંતુ દાદાના સ્વર્ગવાસના બીજા દિવસે જે ટીનેજર સલૂનમાં ફેેશિયલ કે હેર સ્ટાઇલ કરાવે એને મિડિયા કઇ રીતે જતી કરે ? એ વિચાર પણ નીસાનાં માતાપિતાએ કરવા જેવો છે. 




from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2KbDPFP
via Latest Gujarati News

Post a Comment

0 Comments