ઇવીએમ અંગેની અમારી લડાઇ હજુ પુરી નથી થઇ : ચંદ્રબાબુ નાયડુ


નવી દિલ્હી, તા. 7 મે, 2019, મંગળવાર

સુપ્રીમ કોર્ટમાં જે ૨૧ પક્ષોએ ૫૦ ટકા વીવીપીએટી અને ઇવીએમની સરખામણી કરવાની માગણી કરી હતી જેમાં આંધ્ર પ્રદેશના મુખ્ય પ્રધાન ચંદ્રબાબુ નાયડુનો પક્ષ ટીડીપી પણ સામેલ હતો. 

સુપ્રીમ કોર્ટે રિવ્યૂ પિટિશન ફગાવી તે સમયે ચંદ્રબાબુ નાયડુ પણ કોર્ટમાં હાજર હતા, તેમની સાથે અન્ય નેતાઓ ફારુક અબ્દુલ્લા, કપિલ સિબ્બલ, અભિષેક મનુ સિંઘવી, ડી રાજા પણ હતા. પિટિશન ફગાવ્યા બાદ નાયડુએ જણાવ્યું હતું કે અમારી આ લડત અહીં પુરી નથી થતી.  નાયડુએ જોકે સાથે એમ પણ કહ્યું હતું કે સુપ્રીમ કોર્ટે જે નિર્ણય લીધો છે તેનુ અમે સ્વાગત કરીએ છીએ.

 જોકે પક્ષો અહીં હાર નહીં માને, અમારા માટે લોકસભાની ચૂંટણીમાં પારદર્શીતા જળવાય તે વધુ મહત્વનું છે. ચૂંટણી પંચે એવી દલીલ કરી હતી કે બધા જ ઇવીએમ અને વીવીપીએટીની ગણતરી સાથે કરવામાં આવે તો વધુ સમય લાગી શકે છે. જેને ટાંકીને નાયડુએ જણાવ્યું હતું કે માત્ર થોડા દિવસની જ તો વાત છે, એમાં શું થઇ ગયું? ચૂંટણી પંચે દિવસો નહીં પણ ચૂંટણીમાં પારદર્શીતા જળવાય તેના પર ધ્યાન આપવું જોઇએ.



from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2VNuWsq
via Latest Gujarati News

Post a Comment

0 Comments