ચીનની ઓનલાઈન ટ્રાવેલ એજન્સીએ અરૂણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો હિસ્સો ગણાવ્યો


(પીટીઆઈ) બેઈજિંગ, તા. 9 મે, 2019, ગુરૂવાર

ચીનની ઓનલાઈન ટ્રાવેલ કંપની સીટ્રિપે અરૃણાચલ પ્રદેશને પોતાની વેબસાઈટ ઉપર ચીનનો હિસ્સો ગણાવ્યો હતો. કંપનીએ ટ્રાવેલ સર્વિસ અરૃણાચલ પ્રદેશ સુધી આપતી હોવાનો દાવો કર્યો હતો, જોકે, ચીનમાં જ તેનો વિરોધ થતાં કંપનીએ ભૂલ સુધારી લીધી હતી.

ચીનની ઓનલાઈન ટ્રાવેલ કંપની સીટ્રિપે અવળચંડાઈ કરીને અરૃણાચલ પ્રદેશને દક્ષિણ તિબેટનો હિસ્સો ગણાવ્યો હતો. દક્ષિણ તિબેટમાં ટ્રાવેલ એજન્સી સર્વિસ આપતી હોવાનું તેની વેબસાઈટમાં દર્શાવાયું હતું તેનો નકશો પણ આપવામાં આવ્યો હતો.

જોકે, ચીનના યુઝર્સે જ તેની સામે વાંધો ઉઠાવ્યો હતો. ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર કંપની સામે વિરોધ ઉઠયો હતો. ચીનના યુઝર્સે લખ્યું હતું કે આ કંપની ભારતમાં સર્વિસ આપે છે અન તેનું ચાલે તો દેશને પણ ભવિષ્યમાં વેંચી મારશે. અરૃણાચલને ચીનનો હિસ્સો બતાવવાનો કંપનીનો દાવ ઉંધો પડયો હતો. ચીનમાં સારું લગાડવાના બદલે ચીનના નાગરિકોએ જ કંપનીની ઝાટકણી કાઢી હતી.

તે પછી કંપનીએ ભૂલ સુધારી લીધી હતી અને અરૃણાચલ પ્રદેશના નકશાને વેબસાઈટ ઉપરથી હટાવી દીધો હતો. તેની તિબેટની સર્વિસની વિગતમાં ફેરફાર કરીને કંપનીએ માફી માગી લીધી હતી.



from International News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Wu6Ek6
via Latest Gujarati News

Post a Comment

0 Comments