લોસ એંજલ્સ તા..17 મે 2019 શુક્રવાર
હોલિવૂડના મોખરાના અભિનેતા રોબર્ટ પેટીન્સનને નવા બેટમેન તરીકે પસંદ કરાયો હોવાના અહેવાલ પ્રગટ થયા હતા. મેટ રીવ્ઝ નિર્દેશિત આ બેટમેન ફિલ્મ ૨૦૨૧માં રજૂ કરવાની એના સર્જકોની યોજના હોવાના અહેવાલ પ્રગટ થયા હતા.
જો કે રોબર્ટ પેટીન્સને હજુ ઔપચારિક કરાર પર સહી સિક્કા કર્યા નથી એમ વેરાયટી ડૉટ કોમના એક અહેવાલમાં જણાવાયું હતું. આ ફિલ્મનું વિતરણ વોર્નર બ્રધર્સ કરશે એવું પણ આ અહેવાલમાં જણાવાયું હતું.
મેટ રીવ્ઝ અને પ્લાનેટ ઑફ ધી એપ્સના સર્જક મેટના સાથીદાર ડાયલન ક્લાર્ક આ ફિલ્મના સહિયારા નિર્માતા હશે. હાલ ચાલી રહેલી વાટાઘાટો સફળ થશે તો રોબર્ટ પેટીન્સન સાવ યુવાન વયનો બેટમેન બનશે.
જસ્ટિસ લીગ અને બેટમેન વર્સેસ સુપરમેન ફિલ્મોએ બોક્સ ઑફિસ પર જે ધીકતો ધંધો કર્યો એના પગલે આ ફિલ્મ પર એના સર્જકોની બહુ મોટી અપેક્ષા છે એેમ પણ આ અહેવાલમાં જણાવાયું હતું.
--------
from Entertainment News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2Yx38pN
via Latest Gujarati News
0 Comments