
નવી દિલ્હી, તા. 30 મે 2019, ગુરુવાર
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી નૈહાટીમાં ધરણાં આપવા પહોંચી ગઇ છે. તેમના આ ધરણાં ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધ છે. બંગાળમાં ચૂંટણી હિંસા દરમિયાન માર્યા ગયેલા લોકોના પરિવારજનોને પણ ભાજપે શપથગ્રહણ સમારોહમાં બોલાવ્યા છે.
મમતા બેનર્જીનું કહેવું છે કે, બંગાળમાં ચૂંટણી હિંસામાં લોકો નથી મર્યા પરંતુ ભાજપે આવો દુષ્પ્રચાર ફેલાવ્યો છે. મમતા બેનર્જીએ કહ્યું કે, ભાજપની હિંસક રાજનીતિના કારણે જે પરિવારના લોકો માર્ગો પર ઉતરી આવ્યા છે, તેમના પક્ષમાં તે નૈહાટીમાં ધરણાં કરશે. આ હેતુથી જ્યારે દિલ્હીમાં નરેન્દ્ર મોદી વડાપ્રધાનમંત્રી પદના શપથ લેશે ત્યારે બીજી તરફ નૈહાટીમાં મમતા બેનર્જી ધરણાં પર બેસશે.
from National News - Gujarat Samachar : World's Leading Gujarati Newspaper http://bit.ly/2JM2fXa
via Latest Gujarati News
0 Comments